
કોઈપણ સ્ટાર માટે 'ધ એકેડેમી એવોર્ડ્સ' એટલે કે ઓસ્કાર (Oscars), જે વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહમાંનો એક છે, તેમાં સામેલ થવું એ મોટી વાત છે. આ વખતે ભારતીય સિનેમાના ઘણા મોટા નામો ઓસ્કાર (Oscars) સભ્યપદનો ભાગ બનવા જઈ રહ્યા છે.
આ મોટા સ્ટાર્સ બીજું કોઈ નહીં પણ કમલ હાસન અને આયુષ્માન ખુરાના છે. ગુરુવાર, 26 જૂન, 2025ના રોજ, એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સિસે વિશ્વભરના 534 લોકોને સભ્ય બનવા માટે આમંત્રણ આપ્યું છે. આમાં ઘણા બોલિવૂડ સેલેબ્સના નામ પણ શામેલ છે, જેમાં કમલ હાસન અને આયુષ્માન ખુરાના પણ છે.
આ બોલિવૂડ સેલેબ્સને ઓસ્કાર તરફથી આમંત્રણ મળ્યું
દક્ષિણ સિનેમાના દિગ્ગજ કમલ હાસન અને બોલિવૂડ સ્ટાર આયુષ્માન ખુરાના 'ધ એકેડેમી' માં જોડાઈને ઓસ્કાર એવોર્ડ્સ માટે મતદાન કરવા માટે પાત્ર બનશે. આ બે સ્ટાર્સ ઉપરાંત, કાસ્ટિંગ ડિરેક્ટર કરણ માલી, સિનેમેટોગ્રાફર રણવીર દાસ, કોસ્ચ્યુમ ડિઝાઇનર મેક્સિમા બાસુ, ડોક્યુમેન્ટ્રી ફિલ્મ નિર્માતા સ્મૃતિ મુંધ્રા અને ફિલ્મ નિર્દેશક પાયલ કાપડિયાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
https://twitter.com/TheAcademy/status/1938304023376912747
આ હોલીવુડ સ્ટાર્સનો પણ યાદીમાં સમાવેશ થયો
ભારતીય સેલેબ્સ ઉપરાંત, ઘણા હોલીવુડ સ્ટાર્સને પણ પહેલીવાર ઓસ્કાર વોટિંગના સભ્યપદમાં સામેલ કરવામાં આવ્યા છે. કુલ 534 નવા સભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં, એક્ટ્રેસ-સિંગર એરિયાના ગ્રાન્ડે, એક્ટર સેબેસ્ટિયન સ્ટેન, એક્ટર જેરેમી સ્ટ્રોંગ, એક્ટર જેસન મોમોઆ, એક્ટ્રેસ ઓબ્રે પ્લાઝા, એક્ટ્રેસ માર્ગારેટ ક્વોલી, એક્ટ્રેસ માઈક ફેસ્ટ, એક્ટ્રેસ મોનિકા બારબરો, એક્ટ્રેસ ગિલિયન એન્ડરસન વગેરેનો સમાવેશ થાય છે.
જો આ 534 નવા સભ્યો આમંત્રણ સ્વીકારે છે, તો 'ધ એકેડેમી' ના કુલ સભ્યોની સંખ્યા વધીને 11,120 થઈ જશે, જેમાંથી 10,143 સભ્યો મતદાન કરવા પાત્ર બનશે.
ઓસ્કાર 2026 ક્યારે યોજાશે?
ઓસ્કાર વિજેતાઓ માટે મતદાન 12થી 16 જાન્યુઆરી દરમિયાન યોજાશે અને નોમિનેશન યાદી 22 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવશે. વિશ્વનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહ 15 માર્ચે ડોલ્બી થિયેટરમાં યોજાશે.