
બલૂચ બળવાખોરોએ ફરી એકવાર પાકિસ્તાની સેના પર હુમલો કર્યો છે. છેલ્લા 24 કલાકમાં બલૂચો દ્વારા પાકિસ્તાન સેના પર આ બીજો મોટો હુમલો છે, જેમાં 12 સૈનિકો માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
બલૂચ લિબરેશન આર્મીની સ્પેશિયલ ટીમે કર્યો હુમલો
આ હુમલો બોલાનના મચ્છકુંડમાં કરવામાં આવ્યો હતો. બલૂચ લિબરેશન આર્મીના સ્પેશિયલ ટેક્ટિકલ ઓપરેશન્સ સ્ક્વોડએ પાકિસ્તાની આર્મીના વાહનને નિશાન બનાવીને હુમલો કર્યો.
હુમલામાં 7 પાકિસ્તાની આર્મીના જવાનના મોત
પાકિસ્તાની સેનાના વાહનને રિમોટનો ઉપયોગ કરીને ઉડાવી દેવામાં આવ્યું. આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો હતો જ્યારે પાકિસ્તાની સેના લશ્કરી કાર્યવાહીની તૈયારી કરી રહી હતી. આ હુમલામાં 7 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હોવાનું કહેવાય છે.
વિસ્ફોટ બાદ પાકિસ્તાનની સેનાના જવાનો હવામાં ઉડ્યા
પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ પ્રાંત બલુચિસ્તાનના કાચી જિલ્લાના માચ વિસ્તારમાં સુરક્ષા દળોના વાહન પર IED થી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો મંગળવારે કરવામાં આવ્યો હતો. હુમલાના ફૂટેજ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જેમાં વિસ્ફોટ પછી વાહનમાં સવાર સૈનિકો હવામાં ઘણા મીટર ઉડી ગયા હતા. સૈનિકોના ચિથડા ઉડ્યા હતા.
બલુચિસ્તાન લાંબા સમયથી અશાંતિ
પાકિસ્તાની સેનાએ દાવો કર્યો હતો કે ગયા અઠવાડિયે તેના સુરક્ષા દળોએ દેશના અશાંત બલુચિસ્તાન પ્રાંતમાં બે અલગ અલગ ઘટનાઓમાં 10 આતંકવાદીઓને ઠાર માર્યા હતા.જોકે, બલૂચ લિબરેશન આર્મી સતત પાકિસ્તાની સેના પર હુમલો કરી રહી છે અને તેને ઘણું નુકસાન પહોંચાડી રહી છે. માર્ચમાં, ક્વેટાથી પેશાવર જતી જાફર એક્સપ્રેસને બલૂચ લિબરેશન આર્મી (BLA) ના સભ્યો દ્વારા હાઇજેક કરવામાં આવી હતી. આમાં મોટી સંખ્યામાં પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા.