ભરૂચ જિલ્લાના 9 તાલુકાના 753 ગામમાં 100 ટકા શૌચાલય બની ગયા હોવાનું સરકાર અને અધિકારીઓ કહી રહ્યા છે પણ હકીકત એ છે કે ઘણા ગામોના આદિવાસી નવીનગરી વિસ્તારોમાં છેલ્લા 30 વર્ષથી શોચાલય બન્યા જ નથી. આજે પણ જાહેરમાં શૌચ કરવા માટે લોકો મજબૂર બનતા અધિકારીઓએ શૌચાલયનું કૌભાડ કર્યુ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

