છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ જીલ્લાના વાલિયા તાલુકાના ડહેલી ગામમાં વસતા આદિવાસી સમાજમાં ચોમાસામાં કોઈ વ્યક્તિનું નિધન થાય તો ગ્રામજનો માથે હાથ નાંખી વિચારમાં પડી જતા હોય છે. કારણ કે ચોમાસાની સીઝનમાં કીમ નદીમાં ઘોડાપુર આવતા આદિવાસી સમાજના વ્યક્તિનું મોત નીપજ્યુ હોઈ તો તેના અંતિમ સંસ્કાર માટે નદી ઓળંગવી અતિ કઠીન બનતુ હોય છે. જેથી વિકાસની વરવી વાસ્તવિકતા સામે આવી જતી હોય છે.

