અમેરિકામાં ગેરકાયદે ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા એક ભારતીય પરિવારના બે બાળકો ગુમ થઈ ગયા છે. સોમવારે સવારે કેલિફોર્નિયાના સેન્ડિયાગો પાસે યાત્રી જે બોટમાં યાત્રા કરી રહ્યા હતાં તે પલટી હતી. આ દુર્ઘટનામાં ત્રણ લોકો ડૂબી ગયા હતાં. જોકે, બાળકોના માતા-પિતા ભાગ્યશાળી હતા તેથી તે બચી ગયા અને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. પરંતુ તેમના બે બાળકો ગુમ છે. આ બાળકો સહિત કુલ 9 લોકો ગુમ થયા છે. જ્યારે 4 લોકોના મોત થયા છે.

