મહેસાણા: કડીમાં મહેસૂલી નાયબ મામલતદાર વિપુલ પ્રજાપતિએ ફરિયાદી પાસે રૂપિયા 20,000ની લાંચ માંગી હતી. ફરિયાદીએ સમગ્ર મામલે ACBનો સંપર્ક કરતા મહેસાણા ACBએ ટ્રેપ ગોઠવી હતી. આ ટ્રેપમાં મહેસૂલી નાયબ મામલતદાર વિપુલ પ્રજાપતિ અને પ્રિન્સ મનોજકુમાર ભાવસાર - કોમ્પ્યુટર ઓપરેટર (આઉટસોર્સ) રૂપિયા 10,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો.

