Pahalgam Terror Attack: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વધુ તણાવપૂર્ણ બન્યા છે. તેમજ હજુ પણ પરિસ્થિતિ સામાન્ય થઈ નથી. સોમવાર અને મંગળવારે રાત્રે પાકિસ્તાને પાંચમી વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું. જમ્મુ-કાશ્મીરના કુપવાડા, બારામુલ્લા અને અખનૂર સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. જવાબમાં ભારતીય સેનાએ પણ પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો.

