
સુરત શહેરના વરાછા વિસ્તારમાં વધુ એક મોટું છેતરપિંડીનું કૌભાંડ સામે આવ્યું છે. સસ્તા સોનાની લાલચ આપી વેપારી પાસેથી 87 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. આરોપીઓએ કસ્ટમમાંથી સોનુ છોડાવી સસ્તામાં આપવાની લાલચ આપી વેપારીએ ડુપ્લીકેટ આંગડિયા પેઢી મારફતે રૂપિયા જમા કરાવ્યા હતા.
અગાઉ 10 ઝડપાયા હતા
વેપારીએ છેતરાઈ ગયા બાદ વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ પહેલા પોલીસે 10 આરોપીઓને ઝડપી લીધા હતા. તપાસ દરમિયાન પોલીસે વધુ બે આરોપીઓને પકડી પાડ્યા છે અને બંને પાસેથી કુલ રૂ. 52 લાખથી વધુની રકમ કબ્જે કરી છે.
મોટા નેટવર્કની શક્યતા
વરાછા પોલીસે આ સમગ્ર પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરી છે અને શંકાસ્પદ અન્ય વ્યક્તિઓની શોધખોળ પણ શરૂ કરી છે. સમગ્ર કૌભાંડ પાછળ મોટા નેટવર્કની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.