Home / Gujarat / Surat : Tired of loan sharks, couple tries to end their lives

સુરતમાં વ્યાજખોરોથી કંટાળીને દંપતીએ કર્યો જીવન ટૂંકાવવાનો પ્રયાસ, પોલીસ પર પણ ગંભીર આક્ષેપ

સુરતમાં વ્યાજખોરોથી કંટાળીને દંપતીએ કર્યો જીવન ટૂંકાવવાનો પ્રયાસ, પોલીસ પર પણ ગંભીર આક્ષેપ

સુરતમાં દંપતીએ એકસાથે આપઘાતનો પ્રયાસ કર્યાની માહિતી સામે આવી છે. વ્યાજખોર સહિત ત્રણના ત્રાસથી પતિએ ઝેરી દવા પી લીધી હતી. પતિને જોઈ જતા તેણે પતિના હાથમાંથી ઝેરી દવા આંચકી લીધી અને પોતે પણ પી લીધી. હાલ પતિની હાલત ગંભીર છે અને પત્નીની સ્થિતિ સામાન્ય છે. પરિવારે વરાછા પોલીસ પર પણ ગેરવર્તન કર્યા હોવાનો આરોપ લગાવ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

શું હતી ઘટના?

મળતી માહિતી મુજબ, વરાછામાં 50 વર્ષીય અરવિંદભાઈ અને તેમની પત્ની 52 વર્ષીય રીટાબહેને ઝેરી દવા ગટગચાવી હતી. અરવિંદભાઈ ટેમ્પો ચાલક છે. અરવિંદભાઈ વ્યાજખોરોના ત્રાસથી કંટાળ્યા હતાં, તેઓ વારંવાર ધાક-ધમકીઓ આપતા હતાં. તેમણે ધમકી આપી હતી કે, આઠ દિવસમાં વ્યાજ અને મારા રૂપિયા જોઈએ. નહીંતર તું ખોવાઈ જઈશ અને ખબર પણ નહીં પડે. પોલીસ સ્ટેશનમાં દંપતીએ આ વિશે અરજી પણ કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી નહતી થઈ. જેના કારણે અરવિંદભાઈએ પત્ની સામે જ ઝેરી દવા ગટગટાવી દીધી હતી. પત્નીએ આ જોતા તુરંત તેમના હાથમાંથી દવા લઈ લીધી અને પોતે પણ પી લીધી. બાદમાં તાત્કાલિક ધોરણે બંનેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં. દંપતી હાલ સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમાં પત્નીની સ્થિતિ સામાન્ય છે અને અરવિંદભાઈની સ્થિતિ નાજૂક છે.

વ્યાજખોરોના ત્રાસથી લીધું પગલું

આ મામલે દંપતીના દીકરાએ કહ્યું કે, અમારી જૂની પ્રોપર્ટીને લઈને આ બધું થયું હતું. વ્યાજખોરો વારંવાર ત્રાસ આપતા હતાં. જોકે. બાદમાં આમાં મારા મોટા પપ્પા અને તેમનો દીકરો પણ જોડાઈ ગયાં હતાં. મોટાભાગના પૈસા અને વ્યાજ ચૂકવાઈ ગયું છે હવે ફક્ત 3 લાખ આપવાના બાકી હતાં. તેમ છતાં આ પ્રોપર્ટી પચાવી પાડવા માટે તેઓ આ પ્રકારના નાટક કરી રહ્યાં છે. 

પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ

નોંધનીય છે કે, આ મામલે અરવિંદભાઈની પત્ની રીટાબહેને પોલીસ પર પણ ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે, અમે જે પૈસા ઉધાર લીધા હતાં તેનું વ્યાજખોરો દર મહિને વ્યાજ લઈ જતા હતાં. તેમ છતાં તેઓએ અમને ધમકાવવાનું શરૂ કર્યું તો અમે પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી હતી. અમે ત્યાં કહ્યું કે, આ મામલે ત્રણ ડાયરીઓ છે અને તેમાં વ્યાજની રકમની નોંધણી અને સહી પણ કરેલી છે. પોલીસને અમે આ ડાયરી મંગાવાનું કહ્યું તો તેઓએ કહ્યું કે, ડાયરી તો ખોવાઈ ગઈ છે. પુરાવાનો નાશ કરી હવે તે કંઈ બતાવકો નથી. અત્યાર સુધીમાં તે 10 લાખ રૂપિયા લઈ ચૂક્યો છે. બાદમાં પીઆઈ ગોજિયા દ્વારા બંને પક્ષોને સમજાવવામાં આવ્યા હતા કે આ મેટર તમે પતાવી દો. જોકે, આ વ્યાજખોર માન્યો ન હતો અને અમારી ઉપર કેસ કરવાની જ વાત કરી રહ્યો હતો. જોકે, બાદમાં પીએસઆઈ દ્વારા કહેવાયું કે આવું ન કરાય અને તમારા ઉપર જ ખોટો કેસ થશે. ત્યારે મેં કહ્યું કે, અમે સાચા છીએ તો અમારા પર કેમ કેસ થઈ શકે? બાદમાં કંટાળીને મારા પતિએ ઝેરી દવા પી લીધી અને તેમના હાથમાંથી ઝૂંટવીને મેં પણ આ જ ઝેરી દવા પી લીધી હતી.

 

TOPICS: surat suicide Couple
Related News

Icon