સરકારે નાણાકીય વર્ષ 2024-25 માટે કર્મચારી ભવિષ્ય નિધિ પર 8.25 ટકા વ્યાજ દરને મંજૂરી આપી છે. આ સાથે, EPFO તેના 7 કરોડથી વધુ ગ્રાહકોના ભવિષ્ય નિધિ પર વાર્ષિક વ્યાજ જમા કરી શકશે. તમને જણાવી દઈએ કે, 28 ફેબ્રુઆરીના રોજ, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ નાણાકીય વર્ષ 2024-25 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) થાપણો પર 8.25 ટકા વ્યાજ દર જાળવી રાખવાનો નિર્ણય લીધો હતો. આ પાછલા નાણાકીય વર્ષમાં આપેલા વ્યાજ દર જેટલું છે. નિશ્ચિત વ્યાજ દર નાણા મંત્રાલયની મંજૂરી માટે મોકલવામાં આવ્યો હતો.

