રવિવારે રાત્રે દક્ષિણ અમેરિકન દેશ પેરુમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. એજન્સીના જણાવ્યા અનુસાર અધિકારીઓએ જણાવ્યું હતું કે રવિવારે પેરુના મધ્ય કિનારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના લીધે લીમા અને બંદરીય શહેર કૈલાઓ હચમચી ગયા હતા. આ ભૂકંપમાં એક વ્યક્તિનું મોત થયું છે અને પાંચ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ભૂકંપની તીવ્રતા 6.1 નોંધાઈ હતી.

