મધ્ય પ્રદેશના ઈન્દોર જિલ્લામાં વહીવટી તંત્રે ખેતરોમાં પરાલી સળગાવનારા ખેડૂતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. ખેડૂતોને ભારે દંડ ફટકારવાની સાથે ખેતર માલિકો સામે કેસ નોંધવાનું શરૂ કરી દીધું છે. બીજી તરફ ખેડૂત સંગઠનોએ આ કાર્યવાહીનો વિરોધ કર્યો છે અને પરાળીનો નાશ કરવા માટે વ્યવસ્થાની માંગ કરી છે.

