
રાહુલ ગાંધીએ વિદેશ મંત્રી એસ. જયશંકરને 'ઓપરેશન સિંદૂર' વિશે એક સવાલ કર્યો તેનો જવાબ ન મળતાં તેમણે સોમવારે ફરીથી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. રાહુલ ગાંધીએ પોસ્ટમાં લખ્યું કે, 'વિદેશ મંત્રી જયશંકરનું મૌન માત્ર નિવેદનબાજી નથી, આ નિંદનીય છે.' તો હું ફરીથી પૂછવા માંગું છું કે, પાકિસ્તાનને ખબર હતી? આ કોઈ ભૂલ નહોતી. આ એક ગુનો છે. દેશને સત્ય જાણવાનો અધિકાર છે.
એક વીડિયોમાં વિદેશ મંત્રીને એમ કહેતા સાંભળી શકાય છે કે, "ઓપરેશનની શરૂઆતમાં અમે પાકિસ્તાનને સંદેશ આપ્યો હતો કે, અમે આતંકવાદી માળખા પર હુમલો કરી રહ્યા છીએ, અમે સેના પર હુમલો કરી રહ્યા નથી. તેથી સેના પાસે આ પ્રક્રિયામાં દખલ ન કરવાનો વિકલ્પ છે.
https://twitter.com/RahulGandhi/status/1924350133598400938
રાહુલે આ વીડિયો પર સવાલો ઉઠાવ્યા હતા
આ વીડિયો અંગે રાહુલે 17 મેના રોજ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, 'હુમલાની શરૂઆતમાં પાકિસ્તાનને જાણ કરવી એ ગુનો હતો.' વિદેશ મંત્રીએ જાહેરમાં સ્વીકાર્યું છે કે ભારત સરકારે આમ કર્યું છે. પાકિસ્તાન સાથે માહિતી શેર કરવાનો અધિકાર કોણે આપ્યો? આના પરિણામે આપણા વાયુસેનાએ કેટલા વિમાનો ગુમાવ્યા?
https://twitter.com/AHindinews/status/1924367710625927518
જણાવી દઈએ કે, વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે જયશંકરના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે.
સોમવારે કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ આ મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સ કરતા કહ્યું કે, "એસ જયશંકરના નિવેદન પછી પાકિસ્તાન અને સમગ્ર વિશ્વમાં ભારતની મજાક ઉડાવવામાં આવી રહી છે. એટલા માટે રાહુલ ગાંધી વારંવાર કહી રહ્યા છે કે, તમારે જવાબ આપવો જોઈએ કે તમે પાકિસ્તાનને આપેલી ચેતવણીથી દેશને શું નુકસાન થયું? આપણા માટે એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આપણા કેટલા વિમાન પડી ગયા, ભારતને શું નુકસાન થયું અને કેટલા આતંકવાદીઓ બચીને ભાગી ગયા?