Operation Sindoorમાં 9 આતંકી અડ્ડાઓના નષ્ટ થવા અને 100થી વધુ આતંકીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા બાદ પાકિસ્તાન બેબાકળુ બની ગયું છે. પાકિસ્તાને ભારતના 15 સ્થળો પર ડ્રોન અને મિસાઇલથી હુમલો કર્યો હતો જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો. ભારતે જવાબમાં લાહોર સહિતના 9 સ્થળો પર ડ્રોન હુમલા કર્યા હતા જેમાં લાહોરમાં સ્થિત પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરી નાખી હતી. વિદેશ મંત્રાલયે આ ઘટનાને લઇને પત્રકાર પરિષદ યોજી હતી જેમાં વિદેશ સચિવ વિક્રમ મિસરીએ પુરાવા રજૂ કરી પાકિસ્તાનની પોલ ખોલી નાખી હતી.

