
બોટાદ જિલ્લાના ગઢડામાં જૂના સ્વામિનારાયણ મંદિરના સંત વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી જમીન પચાવી પાડ્યાની ફરિયાદ અરજી ગઢડા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોટા દડવા ગામના ખીમજીભાઈ પ્રાગજીભાઈ વસાણી દ્વારા ગઢડા પોલીસ સ્ટેશન ખાતે સંત વિરુદ્ધ જમીન પચાવી પાડ્યા હોવાની ફરિયાદી અરજી દાખલ કરવામાં આવી હતી.
આ અરજીમાં ગોંડલ તાલુકાના મોટાદડવા રેવન્યુ સરવે નંબર 1292 વાળી એક એકર 38.5 ગુંઠા વાળી પિયત પ્રકારની ખેતીની જમીન પ્રાગજીભાઈ ધનજીભાઈ વસાણીના નામે રેવન્યુ રેકોર્ડમાં નોંધાયેલી હતી અને તેઓ માલિક હતા. ત્યારે ગઢડા સ્વામીનામાં જૂના સ્વામિનારાયણ મંદિર શાસ્ત્રી માધવ પ્રસાદ ગુરુ હરિકેશવ રહે. સ્વામિનારાયણ મંદિર ગઢડાવાળા પાસેથી રૂપિયા દોઢ લાખ વ્યાજે લીધા હતા તે સમયે તેઓએ શાસ્ત્રી ઘનશ્યામજીવનદાસજી, ધાંગધ્રા નરસિંહપુરા સ્વામિનારાયણ મંદિર ધાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર વાળાના નામનો કબજા વગરનો દસ્તાવેજ કરાવેલી અને સાથે કોરા કાગળોમાં સહીઓ કરાવેલ જેમાં પાછળથી રદ ન થઈ શકે તેવું કુલમુખત્યાર નામું કરાવેલ, જેની પ્રાગજીભાઈ કોઈ જાણ ન હતી.
નક્કી કરેલા સમય મર્યાદામાં વ્યાજ સાથે રૂપિયા બે લાખ સ્વામી માધવપ્રસાદ ગુરુ હરિકેશવ સ્વામીને બે સાક્ષીઓ મનસુખભાઈ સાટોડીયા તથા કડવા ભાઈ રૂબરૂ સ્વામી માધવ પ્રસાદ ગુરુ હરિકેશવને આપેલી ત્યારે સ્વામીએ કાચી ચિઠ્ઠીમાં પૈસા મળી ગયેલા હોવાની પહોંચ આપી હતી અને કબજા વગરનું સાટા કરાર તેમજ સહી કરેલ કોરો કાગળ માગતા તેઓએ જણાવ્યું કે થોડા દિવસોમાં અમે તમને મોકલી આપીશું પરંતુ સહી કરેલ કોરા કાગળમાં રદ ન થઈ શકે તેવું કુલમુખત્યાર નામું કરી અન્ય વ્યક્તિને દસ્તાવેજ કરી દઈ જમીન વેચી નાખી ફરિયાદીના પિતા સાથે આયોજન પૂર્વકનું કાવતરું રચી બોગસ ડોક્યુમેન્ટ ઊભા કરી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી લેન્ડ ગ્રે્બિંગ આચરેલ હોય ગઢડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવ