ગીર સોમનાથ જીલ્લાના ઉના શહેરના મુખ્ય બજારની એક દુકાનમાંથી નકલી માખણનો જથ્થો ઝડપાયો હતો. મળતા અહેવાલ પ્રમાણે ગોપાલ કરીયાણા નામની દુકાનમાંથી નકલી માખણનો વેપાર થવાની બાતમી LCBને મળી હતી.
LCBની ટીમે દુકાન પર દરોડા પાડ્યા
LCBની ટીમે દુકાન પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન એ સામે આવ્યું કે દુકાનમાં પ્લાયવુડનું પાર્ટીશન મારી પ્લાસ્ટીકના કેરબામા માખણનો કારોબાર ઝડપાયો હતો.જેમાં પ્લાસ્ટિકના કેરબામાં માખણ ભરવામાં આવ્યું હતું.
132 કિલોથી વધુનો નકલી માખણનો જથ્થો જપ્ત કર્યો
પોલીસે પ્લાસ્ટીક ના 3 કેરબા ,એક ટીનનો ડબ્બો મળી કુલ 132 કિલોથી વધુના નકલી માખણનો જથ્થો જપ્ત કર્યો હતો. તો બીજી તરફ LCBની ટીમે અંદાજીત 5 કિલોથી વધુ ઘીના જથ્થાના કેરબા પણ જપ્ત કર્યા હતા. LCBએ સમગ્ર જથ્થો જપ્ત કર્યો હતો.