Home / Entertainment : Harshvardhan Rane has finally won the lottery

Chitralok : હર્ષવર્ધન રાણેને મોડી તો મોડી પણ લોટરી લાગી ખરી

Chitralok : હર્ષવર્ધન રાણેને મોડી તો મોડી પણ લોટરી લાગી ખરી

- 'હર્ષવર્ધન રાણે મારી પહેલી પસંદ હતો.  એના વ્યક્તિત્વમાં  એક પ્રકારની નિર્ભેળ પ્રામાણિકતા અને સુષુપ્ત જ્વાળામુખી જેવા આક્રોશનો સમન્વય છે' 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

'હાલ્મ ઈન્ડસ્ટ્રીની નીતિ-રીતિથી કાંઈક અજીબ છે.  અહીં ટેલેન્ટેડ અને હેન્ડસમ એક્ટરને પણ સોલો હીરો બનવાનો ચાન્સ નથી મળતો.  હેન્ડસમ હંક હર્ષવર્ધન રાણે સાથે અત્યાર સુધી એવું જ બન્યું છે.  એના ભાગે  ફિલ્મોમાં સેકન્ડ લીડ જ આવી છે.  પરંતુ હવે હર્ષવર્ધનના નસીબ આડેનું પાંદડું હટી ગયું હોય એવું લાગે છે. નેશનલ એવોર્ડ ઓમંગકુમારે હર્ષને પોતાની નેક્સ્ટ ફિલ્મમાં સોલો હીરો તરીકે સાઈન કર્યો છે. ઓમંગકુમાર એક્ટરો પાસેથી સ્ટ્રોંગ પર્ફોર્મન્સ કઢાવવા માટે જાણીતા છે. 'મેરી કોમ' માં પ્રિયંકા ચોપરા અને 'સરબજિત'માં ઐશ્વર્યા રાય બચ્ચન તથા રણદીપ હુડાનો યાદગાર રોલ્સ એની સાક્ષી પુરે છે. ઓમંગની   નેક્સ્ડ મૂવીમાં હર્ષ એના કરીઅરની સૌથી વૈવિધ્યસભર ભૂમિકા ભજવવાનો હોવાનું કહેવાય છે.  ફિલ્મમાં  એની લિડીંગ લેડી સાદિયા ખાતીબ છે.

ઝી સ્ટુડિયોઝ અને બીજા પ્રોડક્શન હાઉસીસની આ અનટાઈટલ્ડ ફિલ્મ એક રોમાન્ટિક ડ્રામા છે,  જેમાં મ્યુઝિક સ્ક્રીનપ્લેને વધુ સશક્ત બનાવવાનું કામ કરશે. આવતા મહિને ફ્લોર પર જનારી ઈન્ટેન્સ લવસ્ટોરીમાં હર્ષવર્ધને એક નવો અવતાર ધારણ કરવાની જરૂર  છે. એટલે એક્ટરે તરત માર્શલ આર્ટ્સની ટ્રેનિંગ સ્ટંટ કોરિયોગ્રાફીના સેશન્સ એને પાત્રને આત્મસાત કરવા માટેના કેરેક્ટર વર્કશોપ્સ શરૂ કરી દીધા. ત્યાર પછી   તાજેતરમાં લેવાયેલા રાણેના લુક ટેસ્ટે બધાને ચકિત કરી દીધા. એના પિક્ચર્સના એક્ટરનું સંપૂર્ણ રૂપાંતર જોઈ શકાય. પોતાના લીડ એક્ટર વિશે વાત કરતા ડિરેક્ટર ઓમંગકુમાર કહે છે, 'ફિલ્મના હીરો તરીકે હર્ષવર્ધન રાણે મારી પહેલી પસંદ હતો.  એના વ્યક્તિત્વમાં એક પ્રકારની નિર્ભેળ પ્રામાણિકતા અને સુષુપ્ત જ્વાળામુખી જેવા આક્રોશનો સમન્વય  છે.  ફિલ્મના નાયક તરીકે મારે આવો જ એક્ટર જોઈતો હતો.   ફિલ્મમાં એની હાજરી અને એનું પર્ફોર્મન્સ સ્ટોરીનો આત્મા પુરવાર થશે.' ગુડ લક! 

Related News

Icon