
હોળીની રાત્રે વડોદરા શહેરના કારેલીબાગ પાસે આવેલા આમ્રપાલી કોમ્પલેક્સ ખાતે ચકચારી હિટ એન્ડ રનની ઘટના સર્જનાર આરોપી રક્ષિતને પોલીસ સર્જરી માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. એસ.એસ.જી હોસ્પિટલના સર્જિકલ વોર્ડમાં પોલીસ જાપ્તામાં આરોપી આવ્યો હતો. આરોપી રક્ષિતને જડબામાં ઈજા થઈ હતી. પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત ગોઠવાયો છે.
રાજ્ય સહિત દેશભરમાં લોકો હોળીના તહેવારની ઉજવણી કરતા હતા, આ દરમ્યાન આરોપી રક્ષિત વડોદરામાં આવેલા કારેલીબાગ ખાતે હિટ એન્ડ રનની ઘટના સર્જી હતી. જો કે, હિટ એન્ડ રન બાદ ટોળાએ રક્ષિતને માર મારતા આરોપીને મોં અને જડબાના ભારે ઈજાઓ થવા પામી હતી. જેથી મધ્ય ગુજરાતની સૌથી મોટી એસ.એસ.જી.હોસ્પિટલમાં જડબાની સર્જરી માટે આરોપી રક્ષિત ચૌરસિયાને પોલીસ બંદોબસ્ત વચ્ચે લાવવામાં આવ્યો હતો. એસ.એસ.જી હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગમા આરોપીને હાલ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત ગોઠવાયો છે.