શું તમે તમારું આવકવેરા રિટર્ન ફાઇલ કરવા માટે તૈયાર છો? તો આ વખતે વધુ સાવચેત રહો.આવકવેરા વિભાગે નિયમો વધુ કડક બનાવ્યા છે. આવકવેરા વિભાગે કહ્યું કે જો તમે તમારા રિટર્નમાં ખોટી માહિતી આપતા પકડાઇ જાઓ છો, તો તમને ચૂકવવાપાત્ર ટેક્સના 200% સુધીનો દંડ, 24% વ્યાજ અને જો તેઓને ખબર પડે કે તમે છેતરપિંડીનો પ્રયાસ કર્યો છે તો જેલની સજા પણ થઇ શકે છે.

