Home / World : Explosion on railway track in Pakistan, 4 coaches of Jafar Express derailed,

પાક.માં રેલ્વે ટ્રેક પર વિસ્ફોટ, Jafar Express ના 4 કોચ પાટા પરથી ઉતર્યા, બલૂચ લોકોએ આ ટ્રેનનું જ કર્યું હતું અપહરણ

પાક.માં રેલ્વે ટ્રેક પર વિસ્ફોટ, Jafar Express ના 4 કોચ પાટા પરથી ઉતર્યા, બલૂચ લોકોએ આ ટ્રેનનું જ કર્યું હતું અપહરણ

પાકિસ્તાનમાં જેકબુદાદ નજીક રેલવે ટ્રેક પર મોટો વિસ્ફોટ થયો છે, જેના કારણે Jafar Express  ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. આ ટ્રેન પેશાવરથી ક્વેટા જઈ રહી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, વિસ્ફોટથી રેલ્વે ટ્રેક પર ત્રણ ફૂટ પહોળો ખાડો પડી ગયો છે અને લગભગ છ ફૂટ લાં બી ટ્રેક સંપૂર્ણપણે નાશ પામી છે. જોકે, રાહતની વાત છે કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. રેલ્વે અને સુરક્ષા એજન્સીઓ ઘટનાસ્થળે તપાસમાં લાગી ગઈ છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જાફર એક્સપ્રેસને બલૂચીઓ દ્વારા હાઇજેક કરવામાં આવી હતી 

જોકે, આ ઘટનાએ ફરી એકવાર પાકિસ્તાનમાં બનેલી એક મોટી ઘટનાની યાદ અપાવી છે, થોડા સમય પહેલા જ આ જાફર એક્સપ્રેસને બલૂચીઓ દ્વારા હાઇજેક કરવામાં આવી હતી. હકીકતમાં, આ વર્ષે માર્ચની શરૂઆતમાં પેશાવર જતી જાફર એક્સપ્રેસને બલૂચ લિબરેશન આર્મીના લોકોએ હાઇજેક કરી હતી. તે સમયે, BLA એ માહિતી આપી હતી કે આ ટ્રેન હાઇજેકમાં 214 મુસાફરોને બંધક બનાવવામાં આવ્યા હતા, ત્યારે આશ્ચર્યજનક વાત એ હતી કે તે ટ્રેનમાં મોટી સંખ્યામાં પાકિસ્તાની સેનાના સૈનિકો હતા, જેમાંથી કેટલાક BLA દ્વારા માર્યા ગયા હતા.

જાફર એક્સપ્રેસ ક્વેટાથી પેશાવર જઈ રહી હતી, ત્યારે BLA ના લોકોએ એક ટનલ પાસે વિસ્ફોટ કર્યો હતો. જ્યારે ટ્રેનની ગતિ ધીમી પડી, ત્યારે કેટલાક વધુ વિસ્ફોટ કરવામાં આવ્યા અને આમ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ. આ ટ્રેનમાં ઘણા નાગરિકો હતા, તેમજ પાકિસ્તાની સેનાના કેટલાક લોકો પણ હતા. BLA ના લોકોએ ઘણા લોકોને માર્યા હતા, જ્યારે પાકિસ્તાની સેનાએ દાવો કર્યો હતો કે તેમણે BLA ના ઘણા લોકોને માર્યા છે અને તેમના તમામ નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે.

Related News

Icon