Kesari Chapter 2 Trailer Out: અક્ષય કુમારની ફિલ્મ 'કેસરી ચેપ્ટર-2' ના ટીઝર રિલીઝ પછી હવે ફાઈનલી ટ્રેલર પણ આજે એટલે 3 એપ્રિલ, 2025એ મેકર્ઝએ રિલીઝ કરી દીધું છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે અભિનેતા આર માધવન અને એક્ટ્રેસ અનન્યા પાંડે પણ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. જેમાં 1919 માં થયેલા ક્રૂર જલિયાવાલા બાગ હત્યાકાંડના વિષે દેખાડવામાં આવ્યું છે. ફિલ્મમાં સ્ટાર્સ વકીલનું કેરેક્ટર પ્લે કરતા દેખાઈ રહ્યા છે.

