Home / Sports / Hindi : Latest update on MS Dhoni's retirement from IPL

IPL 2025 / MS Dhoniના ફેન્સ માટે મોટા સમાચાર, ખેલાડીની નિવૃત્તિ અંગે આવ્યું નવું અપડેટ

IPL 2025 / MS Dhoniના ફેન્સ માટે મોટા સમાચાર, ખેલાડીની નિવૃત્તિ અંગે આવ્યું નવું અપડેટ

છેલ્લા 2 સિઝનથી, એમએસ ધોની (MS Dhoni) ની IPLમાંથી નિવૃત્તિ અંગે ઘણી અટકળો ચાલી રહી છે. દર વખતે ફેન્સ એવું વિચારે છે કે ધોની (MS Dhoni) આ સિઝનમાં IPLમાંથી નિવૃત્તિ લેશે, પરંતુ ધોની ફરીથી રમતો જોવા મળે છે. IPL 2025માં રમવા ઉપરાંત, ધોની (MS Dhoni) આ વખતે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ની કેપ્ટનશિપ પણ કરી રહ્યો છે. હવે ધોનીની નિવૃત્તિ અંગે મોટા સમાચાર આવ્યા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

શું ધોની IPL 2026માં પણ રમશે?

એક અહેવાલ મુજબ, ધોની (MS Dhoni) થોડા મહિનાઓ પછી નિવૃત્તિ અંગે નિર્ણય લઈ શકે છે. તેમ છતાં, ટીમમાં હજુ પણ ઘણા મુદ્દાઓ છે જેનો ઉકેલ લાવવો થોડો મુશ્કેલ છે. જેના કારણે ધોની (MS Dhoni) હાલમાં ટીમ નથી છોડી શકતો. CSK ટીમમાં હજુ પણ યુવા ખેલાડીઓની જરૂર છે. આવી સ્થિતિમાં, ધોનીની હાજરી CSK માટે વિકેટકીપર, ફિનિશર અને ગાઈડ તરીકે ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની જાય છે.

IPL 2025માં CSKનું ખરાબ પ્રદર્શન

IPL 2025 માં CSKનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. શરૂઆતની મેચોમાં ઋતુરાજ ગાયકવાડ CSKનો કેપ્ટન હતો, પરંતુ ઈજાને કારણે તેને આખી ટૂર્નામેન્ટમાંથી બહાર રહેવું પડ્યું. આ પછી, ફરી એકવાર કેપ્ટનશિપ એમએસ ધોની (MS Dhoni) ને સોંપવામાં આવી. જોકે, તેમ છતાં ટીમના પ્રદર્શનમાં કોઈ ન સુધારો થયો. CSK એ IPL 2025માં 12 મેચ રમી છે, જેમાંથી ટીમ 9 મેચ હારી ગઈ છે જ્યારે ફક્ત 3 મેચમાં જીત મળી છે. આ સાથે CSK પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.

છેલ્લું ટાઈટલ વર્ષ 2023માં જીત્યું હતું

એમએસ ધોની (MS Dhoni) ની કેપ્ટનશિપમાં CSK એ 5 વખત IPLનો ખિતાબ જીત્યો છે. છેલ્લી વખત CSK એ 2023માં IPL જીત્યું હતું, જ્યારે CSK એ ધોનીની કેપ્ટનશિપમાં ગુજરાત ટાઈટન્સને હરાવ્યું હતું. ગઈ સિઝનમાં પણ CSKની ટીમ પ્લેઓફમાં નહતી પહોંચી શકી.

Related News

Icon