રાજ્યમાં બેકારીએ માજા મૂકી છે. નોકરીવાંચ્છુઓ યોગ્ય નોકરી માટે ભટકી રહ્યાં છે. ત્યારે વલસાડ જિલ્લામાં નોકરી અપાવવાના નામે છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે 23 વર્ષીય યુવતીની ધરપકડ કરી છે. આરોપી નિમિષા નાયકાએ પોતાની જાતને ડેપ્યુટી મામલતદાર તરીકે ઓળખાવી હતી. તેણે નકલી આઈડી કાર્ડનો ઉપયોગ કરી ચાર યુવકો પાસેથી કુલ 9.59 લાખ રૂપિયા પડાવ્યા છે.

