
IPL 2025માં ત્રણ ટીમો પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ છે. જેમાં ગુજરાત ટાઈટન્સ (GT), રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) નો સમાવેશ થાય છે. હવે ચોથી ટીમ હજુ પ્લેઓફમાં પ્રવેશી નથી, જેના માટે મુંબઈ ઈન્ડિયન્સ (MI) ને મજબૂત દાવેદાર માનવામાં આવે છે. હાલમાં, MIની ટીમ પોઈન્ટ્સ ટેબલમાં ચોથા સ્થાને છે. પ્લેઓફ પહેલા MIમાં ત્રણ મોટા ફેરફારો જોવા મળ્યા છે. ટીમે ત્રણ ખેલાડીઓના સ્થાને નવા ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા છે.
આ 3 ખેલાડીઓ મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાયા
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે IPL 2025 એક અઠવાડિયા માટે રદ્દ કરવામાં આવી હતી. જે બાદ વિદેશી ખેલાડીઓ પોતપોતાના દેશોમાં પાછા ફર્યા. કેટલાક ખેલાડીઓ ભારત પાછા આવ્યા હતા, પરંતુ કેટલાક IPL માટે પરત નથી ફર્યા. જેમાં મુંબઈ ઈન્ડિયન્સના 3 ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે.
https://twitter.com/mipaltan/status/1924702359617159295
ટીમ દ્વારા હવે વિલ જેક્સ, રિયન રિકેલ્ટન અને કોર્બિન બોશના રિપ્લેસમેન્ટની જાહેરાત કરવામાં આવી છે. આ ત્રણ ખેલાડીઓની જગ્યાએ ઈંગ્લેન્ડના જોની બેયરસ્ટો રિચાર્ડ ગ્લીસ અને શ્રીલંકાના ચરિથ અસલંકાને સ્થાન આપવામાં આવ્યું છે. જો MI પ્લેઓફમાં પહોંચેછે, તો આ ત્રણ ખેલાડીઓ પ્લેઓફ માટે ઉપલબ્ધ થશે.
આ ત્રણેય ખેલાડીઓની કિંમત
ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર વિલ જેક્સના સ્થાને વિકેટકીપર બેટ્સમેન જોની બેયરસ્ટોનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેની કિંમત 5.25 કરોડ રૂપિયા હશે. આ ઉપરાંત, ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર રિચાર્ડ ગ્લીસનને રિયન રિકેલ્ટનની જગ્યાએ 1 કરોડ રૂપિયાની કિંમતે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બીજી તરફ, કોર્બિન બોશની જગ્યાએ ચરિથ અસલંકાને 75 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે.