
IPL 2025નો લીગ સ્ટેજ હવે તેના અંતિમ રાઉન્ડમાં પહોંચી ગયો છે અને પ્લેઓફનું ચિત્ર પણ ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યું છે. ગુજરાત ટાઈટન્સ (GT), પંજાબ કિંગ્સ (PBKS) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) પહેલાથી જ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ચૂક્યા છે. દરમિયાન, આજે (20 મે) સિઝનની 62મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે રમાશે. આ બંને ટીમો પહેલાથી જ પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ છે અને હવે બંને ટીમો સન્માનની લડાઈ માટે મેદાન પર ઉતરશે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.
હેડ ટૂ હેડ રેકોર્ડ
બંને ટીમો પહેલાથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે, તેથી આ મેચની ટૂર્નામેન્ટના પર કોઈ ખાસ અસર નહીં પડે. પરંતુ આ મેચ ચોક્કસપણે બંને ટીમો માટે પોતાની પ્રતિષ્ઠા બચાવવાની તક હશે. હવે વાત જીત કે હાર કરતાં સન્માનની વધુ છે.
જો આપણે IPLના ઈતિહાસમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચેની મેચો પર નજર કરીએ તો, બંને વચ્ચે અત્યાર સુધીમાં કુલ 30 મેચ રમાઈ છે. આમાંથી CSK 16 મેચ જીત્યું છે, જ્યારે RR 14 મેચ જીત્યું છે. આંકડાઓની દૃષ્ટિએ, CSKની ટીમ અત્યાર સુધી થોડી આગળ રહી છે, પરંતુ મેદાન પર કોણ જીતશે તે તો સાંજે જ નક્કી થશે.
બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન
CSK: એમએસ ધોની (કેપ્ટન/વિકેટકીપર), નૂર અહેમદ, આયુષ મ્હાત્રે, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે, ડેવોન કોનવે, ઉર્વીલ પટેલ, ડેવાલ્ડ બ્રેવિસ, ખલીલ અહેમદ, મથિશા પથિરાના.
RR: સંજુ સેમસન (કેપ્ટન/વિકેટકીપર), રિયાન પરાગ, યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, વાનિન્દુ હસરંગા, ક્વેન મ્ફાકા, તુષાર દેશપાંડે, શુભમ દુબે, આકાશ માધવાલ.