બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી નીતિશ કુમારે મહિલા અનામત અંગે મોટી જાહેરાત કરી છે. ચૂંટણી પહેલા લોકોને રિઝવવા માટેના સરકાર પ્રયાસો કરી રહી હોય તેમ મુખ્યમંત્રી નીતિશ કુમારે જાહેરાત કરી છે કે, બિહાર રાજ્યની વતની મહિલાઓને હવે રાજ્યમાં તમામ સરકારી સેવાઓ, કેડર અને તમામ સ્તરે પોસ્ટ્સમાં સીધી નિમણૂકમાં 35% અનામત આપવામાં આવશે. આ અનામત તમામ પ્રકારની સરકારી નોકરીઓ પર લાગુ પડશે.

