
ભરુચના આમોદના પુરસા રોડ ઉપર આવેલી નર્મદા નિગમની જર્જરીત બિલ્ડિંગમાંથી આજ રોજ સવારે એક યુવાનની ડેડ બોડી મળતા ચકચાર મચી જવા પામી હતી. મરણ જનાર યુવાનની આસપાસ લોહીનાં નિશાન જોવા મળ્યાં હતાં. પોલીસે સ્થળ ઉપર પહોચી તપાસ હાથ ધરી હતી. ડેડ બોડી મળી હોવાની વાત વાયુવેગે પ્રસરી જતાં આસપાસના લોકો ભેગા થઈ ગયા હતાં.
પતરાવાળી જગ્યા પર પહેલા માળેથી પડ્યો
આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આમોદના મહેશભાઇ બાબુભાઇ વાઘેલા ઉ.વ.૩૭ હાલ રહે.આમોદ.તા.આમોદ જી.ભરૂચ.મુળ રહે.નોંધણા તા.જંબુસર જી.ભરૂચ નાઓ આજ રોજ સવારે સાત કલાક પહેલા કોઇ પણ સમયે આમોદની નર્મદા નિગમની જર્જરીત બારી બારણા વગરની જૂની બીલ્ડીંગના પહેલા માળેથી અકસ્માતે નીચે પથરાવાળી જગ્યા ઉપર પડી ગયો હતો.
પોલીસે હાથ ધરી તપાસ
મૃતદેહને આમોદ સરકારી દવાખાનામાં લઇ જતા ફરજ ઉપરના ડોક્ટરે તેને મરણ જાહેર કર્યો હતો. આમોદ પોલીસ મથકે બાબુભાઈ શંકરભાઇ વાઘેલાએ ફરીયાદ આપતાં પોલીસે અકસ્માત ગુનો નોંધી મરણ જનારનું પોસ્ટમોર્ટમ કરાવી આગળની તપાસ હાથ ધરી હતી.