Home / Business : Know the interest rates on different post office schemes

પોસ્ટ ઑફિસની જુદી-જુદી સ્કીમો પર જાણો વ્યાજના દર

પોસ્ટ ઑફિસની જુદી-જુદી સ્કીમો પર જાણો વ્યાજના દર

જો તમે પોસ્ટ ઑફિસની ફિક્સ્ડ ડિપોઝિટ (FD), પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ(NSC)ની સ્કીમમાં રોકાણ કરો છો તો આ સમાચાર તમારા માટે છે. સરકારે નાણાકીય વર્ષ 2025-26ના બીજા ક્વાર્ટર (જુલાઈથી ડિસેમ્બર) માટે સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સના વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યા નથી. આમ સતત છઠ્ઠું એવુ ક્વાર્ટર છે કે, જેમાં સરકારે આ સ્કીમના વ્યાજદર યથાવત્ રાખ્યા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સ પર વ્યાજદર યથાવત્ 

નાણા મંત્રાલયે આજે સોમવારે (30 જૂન) જાહેર કરેલા નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે, 1 જુલાઈ 2025થી 30 ડિસેમ્બર 2025 સુધી ત્રિમાસિક માટે વિવિધ સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સ પર વ્યાજદર પહેલાની જેમ જ રહેશે. એટલે કે અગાઉ 1 એપ્રિલથી 30 જૂન, 2025 સુધીમાં જે વ્યાજદર લાગુ હતા એ પ્રમાણે રહેશે. 

નાની બચત યોજનાઓના વ્યાજ દરો

• સુકન્યા સમૃદ્ધિ યોજના - 8.2 ટકા
• 3 વર્ષની મુદતની થાપણ - 7.1 ટકા
• જાહેર ભવિષ્ય નિધિ (PPF) - 7.1 ટકા
• પોસ્ટ ઓફિસ બચત થાપણ યોજનાઓ - 4 ટકા
• કિસાન વિકાસ પત્ર - 7.5 ટકા (115 મહિનામાં પરિપક્વ)
• રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (NSC) - 7.7 ટકા
• માસિક આવક યોજના - 7.4 ટકા
• વરિષ્ઠ નાગરિક બચત યોજના - 8.2 ટકા

તમને જણાવી દઈએ કે, સરકારે છેલ્લે વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટરમાં સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સના વ્યાજદરમાં ફેરફાર કર્યા હતા. આ પછી સતત છ ત્રિમાસિક સુધી કોઈ પરિવર્તન કર્યો ન હતો.  તેના પરથી એવું લાગે છે કે, હાલ આ યોજનાને સ્થિર રખાશે. મોંઘવારી અને વ્યાજદરોની વૈશ્વિક સ્થિતિને ધ્યાન રાખીને આ પ્રકારે નિર્ણય લેવાયો હોવાની આશંકા છે.

ના ફાયદો કે નુકસાન

નાના રોકાણકારોને રાહત મળી ન હતી, પરંતુ તેઓ નિરાશ પણ થયા ન હતા. સ્થિર વ્યાજદરનો અર્થ એ છે કે, તમે તમારી રોકાણ યોજનામાં કોઈ મોટા ફેરફાર કર્યા વિના આગળ વધી શકો છો. પરંતુ જો તમે વધુ વળતરની અપેક્ષા રાખતા હોવ, તો તમારે જોખમી વિકલ્પો પણ જોવા પડશે.

Related News

Icon