ભારત સેવાશ્રમ સંઘ સાથે જોડાયેલા પદ્મશ્રી સન્માનિત કર્તિક મહારાજ પર એક મહિલાએ ગંભીર આરોપ લગાવ્યા છે. મહિલાએ આરોપ લગાવ્યો છે કે, મહારાજે નોકરીની લાલચ આપીને પહેલા તેની સાથે છેતરપિંડી કરી અને પછી જબરદસ્તી શારીરિક સંબંધ બાંધ્યા હતા. સમગ્ર મામલે મુર્શિદાબાદ જિલ્લાના નબગ્રામ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે, ત્યારે પોલીસે તપાસ શરૂ કરી છે.

