Home / Gujarat / Amreli : Gujarat ATS to question Amreli Maulana over Pakistan connection

અમરેલીના મૌલાનાના પાકિસ્તાન કનેક્શન મામલે થઇ શકે છે મોટા ખુલાસા, ગુજરાત ATS કરશે પૂછપરછ

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ સુરક્ષા એજન્સીઓ એક્શન મોડમાં છે. ગુજરાતમાં પણ ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી-પાકિસ્તાનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે અમરેલી જિલ્લાના ધારીમાં  મદરેસાના મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન હોવીની શંકાથી ભારે દોડધામ મચી ગઇ હતી.  મૌલાનાને ગુજરાત ATSની ઓફિસે લાવવામાં આવ્યો છે જ્યાં પૂછપરછમાં મોટા ખુલાસા થઇ શકે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ગુજરાત ATS મૌલાનાની કરશે પૂછપરછ

ધારીના હીમખીમડીપરાના મૌલવી મોહમ્મદ ફઝલ શેખને અમરેલી SOGની ટીમ ગુજરાત ATSની ઓફિસે લઇ ગઇ છે. મોબાઇલમાં ટેકનિકલ તપાસ બાદ સૌથી મોટો ઘટસ્ફોટ થવાની શક્યતા છે. મૌલવીના મોબાઇલમાંથી પાકિસ્તાન-અફઘાનિસ્તાન વોટ્સએપ, ટેલિગ્રાફ જેવા ગ્રુપમાં શંકાસ્પદ ભૂમિકા હોવાનું જાણવા મળ્યું છે. સુત્રો અનુસાર મદરેસા ચલાવતા મૌલવીની સામે સ્થાનિક વિસ્તારમાં પણ નારાજગી જોવા મળતી હતી. ગુજરાત ATSની તપાસમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે.

અમરેલી એસઓજીને તપાસ દરમિયાન માહિતી મળી હતી કે હિમખીમડીપર વિસ્તારમાં આવેલી મદરેસામાં મૌલાના મોહંમદફઝલ અબ્દુલઅઝીઝ શેખ ગેરકાયદે રીતે વસવાટ કરે છે. જેથી SOGની ટીમ પુરાવા માંગ્યા હતા પરંતુ મૂળ રહેઠાણ અંગે કોઈ પુરાવા ન હોવાથી મૌલનાને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો અને હવે વધુ તપાસ માટે અમદાવાદ લવાયો છે.

મૌલાના જુહાપુરાનો રહેવાસી

પૂછપરછ દરમિયાન મૌલાના અમદાવાદ શહેરના જુહાપુરાનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. મૌલાનાનો મોબાઇલ ચકાસતાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સોશિયલ મીડિયામાં ગ્રૂપ મળી આવ્યા હતા. જેને લઈને હાલ પોલીસ તપાસ કરી રહી છે કે મૌલાના કેટલા સમયથી અહીં રહેતો હતો અને અત્યાર સુધી અહીં કોણ કોણ આવતું હતું. પાકિસ્તાનમાં કોના કોના સંપર્ક છે તે અંગે તપાસ ચાલી રહી છે.

 

Related News

Icon