અમદાવાદ - મુંબઈ બાદ બિહારને કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી બુલેટ ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે. ટૂંક સમયમાં બિહારના લોકો હાઇ-સ્પીડ બુલેટ ટ્રેનમાં સવારીનો આનંદ માણી શકશે. આ ટ્રેન દિલ્હી અને હાવડા વચ્ચે દોડશે, જેમાં પટના એક મહત્વપૂર્ણ સ્ટોપ હશે. આ પ્રોજેક્ટ ફક્ત મુસાફરીનો જ સમય નહીં બચાવે પરંતુ બિહારની કનેક્ટિવિટીને પણ મજબૂત બનાવશે. 350 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી આ ટ્રેન બિહારના લોકો માટે સમય અને સુવિધા બંનેની ભેટ લાવશે.

