રાજકોટ જિલ્લાના જેતપુરમાં ડમી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવીને અનેક મહિલાઓને પ્રેમના જાળમાં ફસાવનાર યુવકની પોલીસે ધરપકડ કરી છે. આરોપી ફેક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી મહિલાઓ સાથે સંપર્ક સાધતો હતો. થોડા દિવસો પહેલાં જેતપુર સિટી પોલીસ મથકે એક ફરિયાદ નોંધાઈ હતી, જેમાં આરોપીએ ફેક આઈડી પરથી મેસેજ કર્યા બાદ રાજકોટના કેટલાક શખ્સોએ તેને માર માર્યો હતો.

