ઇન્દોર ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું છે કે રાજા રઘુવંશી હત્યા કેસના ચારેય આરોપીઓએ હત્યામાં પોતાની સંડોવણી સ્વીકારી છે. આરોપીઓએ હત્યા અને લાશને ખાડામાં ફેંકવાની કબૂલાત કરી છે. આ ઘટના મેઘાલયના પૂર્વ ખાસી જિલ્લામાં બની હતી, જ્યાં રાજા રઘુવંશી તેની પત્ની સાથે હનીમૂન પર ગયા હતા, 23 મેના રોજ ગુમ થયા હતા અને બાદમાં રાજાનો મૃતદેહ મળી આવ્યો હતો.

