ઘર ભાડે આપવું એ હંમેશા સાઈડ ઇન્કમ માટે એક બેસ્ટ રસ્તો છે. ભાડા માટે મકાનોની માંગ હંમેશા રહે છે, કારણ કે ઘણા લોકો કામ માટે કે સ્ટડીઝ માટે તેમનું ઘર છોડીને બીજા શહેરોમાં રહેતા હોય છે. એવામાં જો તમે મકાનમાલિક છો, તો તમારું મકાન ભાડે આપતા પહેલા, ભાડા કરારની સાથે સાથે ભાડૂતોનું બેકગ્રાઉન્ડ પણ ચકાસવું જોઈએ. આ દિવસોમાં ભાડા કૌભાંડના કારણે, મકાનમાલિકોને કરોડો રૂપિયાની જીએસટી નોટિસ મળી રહી છે. જાણો શું છે આ નવું ભાડું કૌભાંડ.

