Home / Sports / Hindi : Bad news for Riyan Parag along with the first win

IPL 2025 / રિયાન પરાગ માટે પહેલી જીત સાથે આવ્યા ખરાબ સમાચાર, BCCIએ ફટકાર્યો લાખોનો દંડ

IPL 2025 / રિયાન પરાગ માટે પહેલી જીત સાથે આવ્યા ખરાબ સમાચાર, BCCIએ ફટકાર્યો લાખોનો દંડ

રાજસ્થાન રોયલ્સની ટીમ 30 માર્ચે IPL 2025માં પોતાની પહેલી જીત નોંધાવવામાં સફળ રહી હતી. ગુવાહાટીમાં રમાયેલી મેચમાં રાજસ્થાને ચેન્નાઈ સુપર કિંગ્સને 6 રનથી હરાવ્યું હતું. આ રીતે, રાજસ્થાન રોયલ્સના કાર્યકારી કેપ્ટન રિયાન પરાગે તેની કેપ્ટનશિપ હેઠળ પ્રથમ જીતનો સ્વાદ ચાખ્યો હતો. જોકે, આ જીત સાથે તેના માટે એક ખરાબ સમાચાર પણ આવ્યા છે. રિયાન પરાગ પર લાખોનો દંડ ફટકારવામાં આવ્યો છે. ચેન્નાઈ સામેની મેચમાં સ્લો ઓવર રેટ બદલ તેના પર આ દંડ ફટકારવામાં આવ્યો છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પરાગ પર 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો

એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, ગુવાહાટીના બારસાપરા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે IPL 2025ની 11મી મેચ દરમિયાન રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગને સ્લો ઓવર રેટ જાળવવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. નિવેદન અનુસાર, IPLની આચારસંહિતાના નિયમ 2.2 હેઠળ ન્યૂનતમ ઓવર-રેટના ગુનાઓ સંબંધિત આ સિઝનમાં તેની ટીમનો આ પહેલો ગુનો હતો, તેથી રિયાન પરાગ પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

દંડનો સામનો કરનાર બીજો કેપ્ટન

IPL 2025માં આ પહેલીવાર નથી જ્યારે કોઈ કેપ્ટનને સ્લો ઓવર રેટ માટે દંડ ફટકારવામાં આવ્યો હોય. રિયાન પરાગ પહેલા મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને પણ દંડનો સામનો કરવો પડી ચૂક્યો છે. ગુજરાત ટાઈટન્સ સામે રમાયેલી મેચમાં સ્લો ઓવર રેટને કારણે તેને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ગઈ સિઝનમાં, આ ભૂલને કારણે, હાર્દિક પર એક મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેના કારણે તે IPL 2025માં મુંબઈ માટે પહેલી મેચ નહતો રમી શક્યો.

સંજુની જગ્યાએ પરાગ સંભાળી રહ્યો છે ટીમની કમાન

નોંધનીય છે કે સંજુ સેમસન સંપૂર્ણપણે ફિટ ન હોવાથી રિયાન પરાગ રાજસ્થાન રોયલ્સના કાર્યકારી કેપ્ટન છે. આ જ કારણ છે કે સંજુ અત્યાર સુધી રાજસ્થાન માટે ફક્ત એક બેટ્સમેન તરીકે રમતો જોવા મળ્યો છે જ્યારે ધ્રુવ જુરેલ વિકેટકીપરની ભૂમિકામાં જોવા મળ્યો છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે સંજુ ક્યારે કેપ્ટન તરીકે પરત ફરે છે.

Related News

Icon