ભારત અને પાકિસ્તાન તણાવ વચ્ચે આજે શનિવારે (10 મે, 2025) બંને દેશોએ યુદ્ધ વિરામમાં સહમતિ દર્શાવી છે. આગામી 12 મેના રોજ બંને દેશો ફરી એક વખત આ મામલે વાતચીત કરશે. જેમાં ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે, ભારતે પોતાની શરતો પર યુદ્ધ વિરામ લાગુ કર્યું છે. બંને દેશોના DGMO વચ્ચે આજે શનિવારે બપોરે 3:35 કલાકે વાતચીત થઈ હતી. ત્યારબાદ સાંજે 5:00 કલાકથી યુદ્ધ વિરામ લાગુ થઈ ગયું છે. આ દરમિયાન ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ કરીને પ્રતિક્રિયા આપી છે.

