
હેપ્પી સેક્સ લાઇફ માટે સેક્સ લાઇફ હેલ્ધી હોવી જરૂરી હોય છે અને હેલ્ધી સેક્સ લાઇફ માટે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, પણ એટલું જ આવશ્યક છે. કેટલીક કોમન સેક્સ એટિકેટ્સને ફોલો કરવી જરૂરી છે. આ એટિકેટ્સને ફોલો કરીને કપલ્સ પોતાની સેક્સ લાઇફને વધુ રોમાંચક બનાવી શકે છે.
- સહમતિ જરૂરી છે
સામાન્ય રીતે મોટાભાગના પુરુષો એવું વિચારે છે કે લગ્ન થઈ ગયા તો સેક્સનું લાઇસન્સ મળી ગયું અને હવે તેઓ જ્યારે ઇચ્છે ત્યારે પત્ની સાથે સેક્સ કરી શકે છે, પણ સેક્સમાં એવી મનમાની યોગ્ય નહીં ગણી શકાય. આનાથી સારું તો એ છે કે સેક્સ પહેલાં પત્નીની ઇચ્છા પણ જાણી લે - તેની સહમતિ લો. તેની મરજીનું પણ સન્માન કરો. આપસી સમજ અને સન્માન વિના સારા સંબંધો અને ગહન પ્રેમ અસંભવ છે. આથી જ સેક્સ પહેલાં પત્નીની સહમતિ લેવાનું નહીં ભૂલે.
- સેક્સ્યુઅલ હાઇજીનનો ખ્યાલ રાખો
સેક્સ પહેલાં અને સેક્સ પછી હાઇજિનથી કોઈ રીતે સમાધાન ન કરો. સેક્સ પહેલાં અને સેક્સ પછી સારી રીતે હાથ સાફ કરવા ખુબ જરૂરી છે. પ્રાઇવેટ પાર્ટને હંમેશાં ક્લીન રાખો. પ્યુબિક હેર એટલે કે ગુપ્તાંગોના વાળ હંમેશાં સાફ રાખો. સેક્સ પહેલાં જ નહીં, પરંતુ સેક્સ પછી પણ પ્રાઇવેટ પાર્ટ ક્લીન કરવાનું નહીં ભૂલશો.
- ટ્રાવેલિંગ પછી કરો એન્ટિજન ટેસ્ટ
કોવિડ કાળમાં આ પણ એક સેક્સ એટિકેટ બની રહી છે. જો તમે કોઈ ઓફિસ-ટુર પર અથવા આઉટિંગ માટે બીજા શહેરથી પાછા ફર્યા હો તો પાર્ટનર સાથે સેક્સ્યુઅલી ઇન્વોલ્વ થવા પહેલાં તમે તમારો કોવિડ ટેસ્ટ કરાવી લો. જેથી કરીને તમે અને તમારો પાર્ટનર બન્ને સુરક્ષિત રહો. સાચું માનો તો કોવિડ કાળમાં કોન્ડોમથી વધુ જરૂરી કોવિડ-ટેસ્ટ હતું.
- બેડશિટ્સ બદલવાનું નહીં ભૂલો
તાજેતરમાં જ થયેલા એક સર્વે મુજબ એ જાણવા મળ્યું છે કે સેક્સ કર્યા પછી પણ કપલ લગભગ ૧૧ દિવસ સુધી એક જ બેડશિટ પર સુતા રહ્યા છે. જો તમે પણ આવું જ કરો છો તો બેશક તમે પણ બીમારીને આમંત્રણ આપો છો. આવું કરવાને બદલે બેડશિટ પર લાગેલા બેક્ટેરિયા તમારી તંદુરસ્તીને નુકસાન પહોંચાડી શકે છે. રિસર્ચના જણાવ્યા મુજબ, ગંદી બેડશિટ પર સુવાને બદલે તમારી સેક્સ લાઇફ પણ પ્રભાવિત થઈ શકે છે. એ તમારી ઇમ્યુન સિસ્ટમ (રોગ પ્રતિકારક શક્તિ)ને પ્રભાવિત કરી શકે છે. આથી બેહતર તો એ છે કે દરેક ચાર-પાંચ દિવસમાં બેડશિટ્સ બદલી નાખો અને બેડ શિટ હંમેશાં ગરમ પાણીથી ધૂઓ.
- પેન્ટી - અન્ડરવેર સમયાંતરે બદલતા રહો
પેન્ટી અને અન્ડરવેર બદલવા માટે તેના ફાટી જવા કે ઇલાસ્ટિક લુઝ થઈ જાય ત્યાં સુધી રાહ ન જુઓ. આને કારણે તમે અનેક બીમારીઓ થઈ શકે છે. સમયાંતરે પેન્ટી બદલતા રહો. આ ઉપરાંત ભીના અન્ડરગાર્મેન્ટ ક્યારેય નહીં પહેરો. કેમ કે એનાથી ખંજવાળ અથવા ઇન્ફેક્શન થઈ શકે છે. વધુ સમય સુધી ટાઇમ અન્ડરવેર્સ અને પેન્ટી પહેરવી પણ ઇન્ટિમેટ હાઇજિનની દ્રષ્ટિએ યોગ્ય નથી.
- જબરદસ્તી ન કરવી
પાર્ટનરની સાથે ક્યારેય પણ જબરદસ્તી નહીં કરવી. બની શકે કે તે કોઈ કોઈ વાર તમારા પાર્ટનરને સેક્સ કરવાનું મન ન પણ હોય. તો આવી સ્થિતિમાં તમારા પાર્ટરની વાત માનો. તેની કોઈ પણ વાતને કારણે જબરદસ્તી ન કરવી.
- એક્ટિવ રહો
હેલ્ધી અને હેપ્પી સેક્સ લાઇફ માટે સેક્સ્યુઅલ કાર્યમાં બન્ને પાર્ટનરની બરાબરની ભાગીદારી હોવી જરૂરી છે. સામાન્ય રીતે મહિલાઓ આ દરમિયાન શાંત રહે છે. તેની પાર્ટનરને લાગશે કે તેને સેક્સમાં કોઈ રસ જ નથી અને એન્જોય કરવાને બદલે પોતે બોર થઈ રહી છે.
- સેક્સી ટોક
સેક્સને વધુ આનંદદાયક બનાવવા માટે સેક્સ દરમિયાન સેક્સી વાતો કરો, પણ પાર્ટનર સાથે વાત કરતી વેળા તેને એવું નહીં અનુભવવા દો કે તમારી વાતો બનાવટી છે. તેને એવી જ વાતો કહો, જે તમે અનુભવતા હો જેમ કે તેના બોડી-સ્ટ્રક્ચરલ અથવા કોઈ ખાસ હિસ્સાના વખાણ કરો. તેને પોતાની ફેન્ટસી અંગે જાણ કરો. આવી વાતોમાં ફોરપ્લેનું કામ કરે છે અને પાર્ટનરને આંતરિક પળો માટે પ્રેરિત કરે છે.
- પોસ્ટ સેક્સમાં ઉતાવળ ન કરો
ઘણા બધા પુરુષોની એવી આદત હોય છે કે તે સેક્સ કર્યા પછી મોં ફેરવીને સૂઈ જાય છે, પણ આવું કરવું તમારા રિલેશનમાં જરાય યોગ્ય નથી હોતું. તમારા પાર્ટનરને એ વાતનું ખરાબ લાગી શકે છે કે સેક્સ પછી તેનો પાર્ટનર તેની સાથે થોડો સમય વીતાવો. તેની સાથે પ્રેમભરી વાતો કરો, આથી તેને સારી અનુભૂતિ થશે.