Home / Lifestyle / Fashion : Wearing a mini skirt requires proper leg care

Sahiyar: મીની સ્કર્ટ પહેરવા પગની માવજત જરૂરી 

Sahiyar: મીની સ્કર્ટ પહેરવા પગની માવજત જરૂરી 

ફેશનની દુનિયામાં ગમે તેવા ફેરફારો આવે પણ અમુક વસ્ત્રોને ક્યારેય જાકારો મળતો નથી. મીની સ્કર્ટ તેમાંનું એક છે. આજે મીની સ્કર્ટ પહેરવાનો ક્રેઝ ધીમેધીમે વધી રહ્યો છે. વેલ, તમારા પગ એટલા સુંદર અને પાતળા નથી? ડોન્ટ વરી, ત્રણ અઠવાડિયા માટેના વર્કઆઉટનું આયોજન તમારા પગને મીની સ્કર્ટ પહેરવા જેવા સ્લીમ-ટ્રીમ બનાવી દેશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ફેશનનો એક દોર પૂરો થાય અને બીજો શરૂ થઇ જતો હોય છે. એક જ ફેશન અમુક સમય પછી થોડાઘણાં ફેરફાર સાથે પાછી ફરે છે. આજકાલ મીની સ્કર્ટની ફેશન પણ એટલા જ પૂરજોશ અને ઉત્સાહથી પાછી ફરી છે, પણ મીની સ્કર્ટ પહેરવા માટે પાતળા, લાંબા, સુંદર, સુડોળ પગ હોવા જરૂરી છે. નિરાશ થવાની જરૂર નથી. આટલા બધા વિશેષણો ધરાવતાં તમારા પગ નહીં હોય તો પણ અમુક વર્ક આઉટના નિયમો પાળીને તમે પણ તમારા પગ મીની સ્કર્ટ પહેરવા યોગ્ય બનાવી શકો છો.

સુડોળ પગ માટે હાઇ-ઇન્ટેન્સીટી સ્ટ્રેન્થનીંગ કસરતો શ્રેષ્ઠ ઉપાય છે. જો તમે માત્ર મીની સ્કર્ટ પહેરવા માટે જ તમારા પગ સુંદર બનાવવા માગતા હો તો રોજેરોજ વર્ક આઉટ કરવું જરૂરી બની જાય છે. પણ તમારા પગ ટૂંકા અને જાડા હોય તો પણ નિરાશ થવાની જરૂરત નથી. ઊલટાનું, વર્ક આઉટથી તે વધુ સારો આકાર ધરાવતાં બની શકે છે.

રોજબરોજની પ્રવૃત્તિમાં ચાલવું, સાઇકલ ચલાવવી અને તરવું એ પગ માટેની યોગ્ય કસરતો છે. જે ચરબીને બાળે છે તથા સાથળ અને કુલાના ભાગમાં વધુ ચરબી વધાર્યા વગર સુડોળ બનાવે છે. સ્કેટિંગ પણ ઉત્તમ વર્ક આઉટ છે. માત્ર દોડવા કરતાં જો સ્કેટિંગ કરવામાં આવે તો કુલાના સ્નાયુ, સાથળ અને પગનું વર્ક આઉટ સારું થઇ શકે છે.

જો તમે માત્ર ત્રણ અઠવાડિયાના સમયમાં તમારા પગને ટોન-અપ કરવા માંગતા હો તો અહીં આપેલા વર્ક આઉટ માટે ત્રણ અઠવાડિયાનો સમય ફાળવો. સ્નાયુઓને કાર્યરત બનાવવા શક્ય તેટલા પ્રયત્નો જરૂર કરી શકાય.

પગની પીંડીઓ સુડોળ બનાવો: 

તમારા પગ વચ્ચે ત્રણ ફીટનું અંતર રાખી ઊભા રહો. પગના પંજા બહારની બાજુ વળેલા રહે તેમ રાખો. હાથ હીપ્સ પર રાખો. હવે તમારા ઘૂંટણ એ રીતે વાળો કે બીજા પગનો સાથળ જમીનને સમાંતર રહે. ફરીથી પગની પાનીએ ઊભા થાવ અને જેટલા નીચા વળી શકાય તેટલા વળો. આ કસરત સાથળ માટે ઉત્તમ છે. તેનાથી પગની પીંડીની ચરબી પણ ઓછી થઇ જાય છે.

સાથળના અંદરના ભાગની ચરબી ઉતારો:  

જમીન પર જમણે પડખે સૂઇ જાઓ અને ડાબો પગ જમણા પગ ઉપર ક્રોસ કરીને તમારી સામે રાખો. હવે જમણો પગ લાંબો કરો (પણ તમારા ઘૂંટણ સહેજ વળેલા રાખો) અને ધીમે ધીમે જમીનથી એક ફૂટ અદ્ધર લઇ જાઓ. તે સમયે પગના સાથળનાં અંદરના ભાગનાં સ્નાયુઓ પર જોર આવશે. ધીમેથી તમારો પગ નીચે લાવો. આ સમયે તમને થોડી તકલીફ થશે કારણ કે સામાન્ય રીતે અંદરના ભાગનાં સ્નાયુઓ આવી કસરત માટે ટેવાયેલા હોતા નથી. આને બદલે બીજી કસરત પણ કરી શકાય. પીઠના બળે સીધા સૂઇ તમારા ઘૂંટણ વળેલા રાખો. તમારા બે ઘૂંટણની વચ્ચે છ ઇંચના વ્યાસવાળો બોલ રાખો. સાથળના અંદરના સ્નાયુઓની મદદથી આ બોલ મનમાં સાત ગણો ત્યાં સુધી દબાવો. પછી ત્રણ ગણીને છોડી દો.

સુડોળ ઘૂંટણ:

ટટ્ટાર ઊભા રહો અને હાથ કમર ઉપર ગોઠવો. તમારો ડાબો પગ જેટલો આગળ લઇ જઇ શકાય તેટલો લઇ જાઓ અને તમારા ઘૂંટણ વાળો જેથી ડાબી સાથળ જમીનને સમાંતર બને અને તમારો ડાબો ઘૂંટણ સીધો તમારા પગની પાની સામે હોય. ફરીથી સીધા થાઓ. હવે આ જ પ્રક્રિયા જમણા પગ સાથે કરો. ખેંચાણને કારણે ઘૂંટણ પરની ચરબી અને કઠણપણું ઓછું થાય છે. માત્ર ઘૂંટણ જ નહીં પણ આખા પગ માટે આ કસરત ફાયદાકારક બની રહે છે.

સાથળના બહારના ભાગની ચરબી ઘટાડો:  

આડા પડખે સૂઇ જે પગ જમીનને અડે છે તેને ૪૫ ડિગ્રીમાં વાંકો રાખો. તેને વાંકો જ રહેવા દઇ ઉપરનો પગ તમારા આગળના ભાગમાં લાંબો કરીને જેટલો ઉપર જાય તેટલો જવા દો.
તમારા ડાબા હાથ ઉપર તે સમયે તમારું વજન આવવા દો. (આ સમયે કુલા પાછળ જવા જોઇએ નહીં.) ધીમેથી બે ગણો અને પગ ઉપર લો તથા ફરીથી બે ગણી પગ નીચે લો. આમ અધ્ધર જેટલી વાર થઇ શકે તેટલીવાર પગ નીચે લાવ્યા વગર જ આ પ્રક્રિયા કરો. તેને લીધે સાથળના બહારના ભાગ તરફ આવેલી ચરબી ઘટે છે.

સુંદર, સ્નાયુબદ્ધ સાથળ: 

દીવાલથી બે ફૂટ દુર ઊભા રહો અને બંને હાથ તમારી તરફ રાખો. હવે જાણે ખુરશી પર બેસતાં હો તેમ પૂંઠનો ભાગ નીચે કરો, જેથી તમારા શરીરનો પાછલો ભાગ ચપોચપ દીવાલ ઉપર આવી જાય. તે સમયે તમારા સાથળ જમીન સાથે સમાંતર હોવા જોઇએ. જ્યાં સુધી થાકો નહીં ત્યાં સુધી આ પોઝીશનમાં બેસો. આ પ્રકારની કસરતથી સાથળના આગલા ભાગના સ્નાયુઓ, સાથળના પાછલા ભાગના સ્નાયુઓ અને બેઠકનો ભાગ મજબૂત બને છે.

Related News

Icon