Home / Lifestyle / Health : Achieve optimal physical health without going to the gym

Sahiyar : જિમમાં ગયા વિના પણ શ્રેષ્ઠ શારીરિક સ્વાસ્થ્ય મેળવો

Sahiyar : જિમમાં ગયા વિના પણ શ્રેષ્ઠ શારીરિક સ્વાસ્થ્ય મેળવો

શરીરની સ્વસ્થ,સુદ્રઢ રાખવા માટે નિયમિત કસરત અને એક્સરસાઈઝ કરવી અનિવાર્ય છે, પણ આ કસરત કર્યા વિના પણ શરીરને સુદ્રઢ અને સ્વસ્થ રાખી શકાય છે.  તેની જાણ છે તમને? આજે પણ ઘણાં લોકો એવાં છે, જેઓ કસરત તો કરતાં નથી, પણ કદીય તેનો પ્રયાસ પણ નથી કર્યો છતાં તંદુરસ્ત જીવન જીવે છે, લાંબુ દીર્ધાયુ મેળવે છે.  આ બાબત જરૂર તમને નવાઈ પમાડતી હશે, પણ હકીકત  છે.  જિમમાં ગયા વિના ફિટનેસને કેવી રીતે જાળવી રાખવી તેની કેટલીક રીતો આ આર્ટિકલમાં જણાવી છે,  આ અસરકારક ટિપ્સ અને વ્યૂહરચનાથી શરીરને ફિટ અને સ્વસ્થતા રાખી શકાશે.  બેશક, આ માટે તમારે  જિમમાં જવાની કોઈ જરૂર નથી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સ્વસ્થ આહારને પ્રાધાન્ય આપો

સંતુલિત, પૌષ્ટિક આહાર તો સરેરાશ માવજતની ચાવી છે. ફળો, શાકભાજી,ઓછા પ્રોટીન અને આખા અનાજને ભોજનમાં પ્રાધાન્ય આપો.  આટલું જ નહીં, મર્યાદિત પ્રોસેસ્ડ ફૂડ્સ,ખાંડ ધરાવતા નાસ્તા અને બિનઆરોગ્યપ્રદ ચરબીયુક્ત ખોરાકને મર્યાદિત કરો. અથવા તો આવા ખોરાક ખાવાનું ટાળો.  આ સાથે જ તમારા શરીરની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આ હિસ્સો નિયંત્રિત કરો ધ્યાનપૂર્વક ખાવાનો અભ્યાસ કરો. 

હાઈડ્રેડ રહો

આરોગ્ય અને ફિટનેસ માટે પર્યાપ્ત પાણી શરીરને જરુરી  છે. આથી સારા એવા પ્રમાણમાં શરીરને હાઈડ્રેક રાખો.  પૂરતું પાણી પીઓ. પાણી તો શરીરના ઉષ્ણતામાનને નિયમિત રાખે છે.  આટલું જ નહીં, પણ શરીરના સાંધા અને સ્નાયુઓને સારા રાખે  છે. સારા અને સ્વસ્થ રહેવા માટે દરરોજ આઠગ્લાસ પાણી પીઓ. પણ શરીરના સાંધા અને સ્નાયુઓને સારા રાખે છે.  આ ઉપરાંત પાણી પાચન તંત્રને વધુ સ્વસ્થ રાખે છે.  સારા અને સ્વસ્થ રહેવા માટે દરરોજ આઠ ગ્લાસ પાણી જરૂરથી પીવો. 

સક્રિય આદતોનો સમાવેશ કરો

પરંપરાગત અર્થમાં વ્યાયામ ન કરતી વખતે તમારી દિનચર્યામાં સક્રિય આદતોનો સમાવેશ કરવાથી ફિટ રહેવામાં યોગદાન  મળી રહે છે.  લિફ્ટ વાપરવાને બદલે દાદરા ચડીને ઉપરના માળે પહોચો. નજીકના સ્થળે પહોંચવા ચાલતા જવાની આદત  રાખો. અથવા સ્કૂટર-બાઈકનો સમાવેશ કરી શકો. આ ઉપરાંત ઘરના કામમાં વ્યસ્ત  રહો, જેમાં હલનચલનની જરૂર હોય.  આ બધી પ્રવૃત્તિઓ તમારા શરીરને સક્રિય રાખવામાં અને કેલરી બર્ન કરવામાં મદદ કરે છે.

સ્ટ્રેસ મેનેજમેન્ટની પ્રેક્ટિસ કરો

કોનિસ સ્ટ્રેસ તમારી ફિટનેસ અને એકંદર સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. ધયાન, ઊંડા શ્વાસ લેવાની કસરતો અથવા તમને આનંદ હોય તેવા શોખમાં વ્યસ્ત રહેવા  જેવી તનાવ વ્યવસ્થાપન  તકનિકોનો અમલ કરો.  સ્ટ્રેસ લેવલને મેનેજ કરવાથી તમારી માનસિક અને ભાવનાત્મક સુખાકારમાં સુધારો થાય છે.  જે તમારા શારીરિક સ્વાસ્થ્યને હકારાત્મક રીતે પ્રભાવિત કરે છે. 

પૂરતી ઊંઘ મેળવો

સમગ્રતયા આરોગ્ય અને સુખાકારી માટે પર્યાપ્ત ઉંઘ અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સારા શારીરિક સ્વાસ્થ્ય માટે પૂરતી ઊંઘ જરૂરી છે. દર રાત્રિએ સાતથી નવ કલાકની ઊંઘ લેવાનો આગ્રહ રાખો. પર્પાય્ત ઊંગ તમારા એનર્જી લેવલમાં સુધારો તો કરે જ છે, સાતોસાત માનસિક સ્વસ્થતા અને રોગપ્રતિકારક શક્તિમાં પણ સુધારો લાવે છે,  જે તમારા ફિટ અને આરોગ્યપ્રદ   રહેવાની આદતોમાં આડકતરી રીતે ફાળો આપે છે. 

ઊભા રહો અને વારંવાર ચાલવાની આદત પાળો

લાંબો સમય બેસી રહેવાતી તેની વિપરિત અસર તમારા આરોગ્ય  પર પડી શકે છે.  દર કલાકે તમે થોડી મિનિટો ઊભો રહેવાનું અને ચાલવાનું રાખો.  પછી ભલેને એ થોડી મિનિટો માટે કેમ ન હોય.  

Related News

Icon