
સારા અલી ખાન (Sara Ali Khan) દિગ્દર્શક આનંદ એલ રાય (Aanand L Rai) સાથે વધુ એક ફિલ્મ કરી રહી છે. તેમણે ભૂતકાળમાં 'અતરંગી રે' (Atrangi Re) ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ માટે સારા (Sara Ali Khan) એ મુંબઈમાં શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. જોકે, ફિલ્મના અન્ય કલાકારો કે વાર્તા સહિત ફિલ્મને લગતી બધી બાબતો ખાનગી રાખવામાં આવી છે.
2026માં રિલીઝ થઈ શકે છે ફિલ્મ
સારા (Sara Ali Khan) ના રોલ વિશે પણ કોઈ જાણકારી નથી આપવામાં આવી. પરંતુ ફિલ્મ સાથે સંકળાયેલ સૂત્રે જણાવ્યું હતું કે, આ ફિલ્મમાં સારાનું પાત્ર તેના ફેન્સને આંચકો આપનારું હશે. ફિલ્મને 2026માં રિલીઝ કરવાની યોજના હોવાથી શૂટિંગ જલ્દી પૂરું કરવામાં આવશે.
આ વર્ષની શરૂઆતમાં સારા અલી ખાન (Sara Ali Khan) એ દિગ્દર્શક (Aanand L Rai) સાથે એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જેના દ્વારા તેણે ફરી કોલબરેટ કરી રહ્યા હોવાનો સંકેત આપ્યો હતો. સારાની આગામી ફિલ્મ 'મેટ્રો ઈન દિનો' નું ટ્રેલર હાલમાં જ રિલીઝ થયું છે.