ટેસ્લાના માલિક અને વિશ્વ વિખ્યાત ટેક ઉદ્યોગપતિ Elon Muskની કંપની Spacexમાં એક મોટો વિસ્ફોટ થયો છે. ટેક્સાસમાં સ્ટારબેઝ ટેસ્ટ સાઇટ પર સ્પેસએક્સના સ્ટારશિપ રોકેટના અચાનક વિસ્ફોટને કારણે આગ લાગી હતી. સ્ટારશિપ 36 નામનું આ સુપર રોકેટ સ્ટેટિક ફાયર ટેસ્ટ દરમિયાન વિસ્ફોટ થયો હતો, જેના કારણે ભારે આગ લાગી હતી અને કાળા ધુમાડાના વાદળ છવાઈ ગયા હતા. મળતી માહિતી મુજબ, આ ઘટના રાત્રે 11 વાગ્યાની આસપાસ બની હતી.

