
સુરત એજ્યુકેશન હબ તરીકે ઉભરી રહ્યું છે. ત્યારે ધોરણ 10 અને 12માં પોતાની પ્રતિભાના દર્શન કરાવનારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. ચોક બજાર સ્થિત મેમણ હોલ ખાતે જુનેદભાઈ ઓરાવાલા દ્વારા A1, A2અને B1 ગ્રેડમાં પાસ થયેલા તમામ ધર્મના વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહાનુભાવોના હસ્તે સન્માન
250 થી વધારે વિદ્યાર્થીઓને ગિફ્ટ તેમજ મેડલ આપીને સન્માન કરાયું હતું તેની સાથે જ સૂરત શહેરના મહાનુભાવો મુખ્ય મહેમાન તરીકે આવ્યા હતા. જેમાં સુરત પોલીસ વિભાગ એસ ઓ જી ના પી.આઈ અતુલ સોનારા સાહેબ તેમજ એડવોકેટ હસમુખભાઈ લાલવાલા અને એડવોકેટ કેતનભાઇ રેશમવાલા તથા પદ્મશ્રી એવોર્ડ વિનર યજદી ભાઈ કરજીયા સહિતના મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતાં.
વરસતા વરસાદમાં યોજાયો કાર્યક્રમ
હાજર મહેમાનોએ બાળકોના ઉજ્જવલ ભવિષ્ય માટે પોતાનો મંતવ્ય વ્યક્ત કર્યો હતો સમગ્ર કાર્યક્રમમાં જુનેદભાઈ ઓરા વાલાની સાથે સિરાજભાઈન સમગ્ર ગ્રુપે અર્થાત મહેનત કરી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યું હતું. કાર્યક્રમમાં વરસતા વરસાદમાં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના માતા પિતા ઉપસ્થિત રહ્યા હતા.