Home / India : Tamil Nadu CM Stalin faces objection for Sanskrit language

સંસ્કૃત માટે કરોડોનું ફંડ, દક્ષિણી ભાષાઓને મગરમચ્છના આંસુ; તમિલનાડુ CM સ્ટાલિનને પડ્યો વાંધો

સંસ્કૃત માટે કરોડોનું ફંડ, દક્ષિણી ભાષાઓને મગરમચ્છના આંસુ; તમિલનાડુ CM સ્ટાલિનને પડ્યો વાંધો

તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને હિન્દી મુદ્દે વિવાદ ઊભો કર્યા બાદ હવે સંસ્કૃત મુદ્દે વિવાદ ઉભો કર્યો છે. તેમણે મંગળવારે (24 જૂન) કેન્દ્રની ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપ કર્યો છે કે, ભાજપનો વાસ્તવિક હેતુ હિન્દીને મહોરું બનાવીને સંસ્કૃત થોપવાનો છે. સ્ટાલિને એક ખાનગી સમાચાર સંસ્થામાં પ્રકાશિત RTI અહેવાલને ટાંકીને કહ્યું કે, સંસ્કૃત ભાષાના પ્રચાર માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, જ્યારે તમિલ અને અન્ય દક્ષિણ ભારતીય ભાષાઓને કંઈ મળતું નથી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સંસ્કૃતના પ્રચાર માટે કરોડોનો ખર્ચ, સ્ટાલિનને વાંધો પડ્યો

સ્ટાલિને કહ્યું છે કે, ‘2014-15થી 2024-25 વચ્ચે સંસ્કૃતનો પ્રચાર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લગભગ 2500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય પાંચ શાસ્ત્રીય ભાષાઓ તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને ઓડિયાનો પ્રચાર કરવા માટે લગભગ 147 કરોડ રૂપિયા જ ખર્ચ કર્યો છે. આવી સ્થિતિમાં સંસ્કૃતનો પ્રચાર કરવા પાછળ 17 ગણો ખર્ચ કરવામાં આવ્યો છે.

તમિલનાડુના મુખ્યમંત્રીએ રિપોર્ટ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને લખ્યું છે કે, ‘સંસ્કૃતને કરોડો રૂપિયા મળે છે, તમિલ અને અન્ય દક્ષિણ ભાષાઓને મગરમચ્છના આંસુ સિવાય કશું મળતું નથી.’ 
 
સ્ટાલિને અગાઉ હિન્દુ ભાષા મુદ્દે વિવાદ ઉભો કર્યો હતો

સ્ટાલિને (Tamil Nadu CM M.K.Stalin) અગાઉ પણ આવો જ વિવાદ ઉભો કર્યો હતો. તેમણે કેન્દ્ર સરકાર પર આવા જ આક્ષેપો કરીને કહ્યું હતું કે, ‘અમે હિન્દીને તમિલો પર લાદી દેવાનો વિરોધ કરીએ છીએ. હિન્દીના કારણે ઉત્તર ભારતની 25થી વધારે ભાષા ખતમ થઈ ગઈ છે. તમિલનાડુમાં અમે હિન્દી ઠોકી બેસાડી દેવાની મંજૂરી નહીં આપીએ. અમે તમિલ સંસ્કૃતની સુરક્ષા કરવાનો સંકલ્પ કર્યો છે.’

Related News

Icon