Home / India : Massive explosion at firecracker factory in Tamil Nadu, 6 people killed

VIDEO: તમિલનાડુમાં ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 6 લોકોના મોત-4થી વધુ ગંભીર રીતે ઘાયલ

VIDEO: તમિલનાડુમાં ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 6 લોકોના મોત-4થી વધુ ગંભીર રીતે ઘાયલ

તમિલનાડુના શિવાકાશી નજીક ચિન્નાકમનપટ્ટી ગામમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો હતો. જેમાં 6 લોકોના મોત થયા હોવાની આશંકા છે.4 પુરુષો અને બે મહિલાઓના મોત થયા છે. જ્યારે અન્ય 4 ગંભીર રીતે દાઝ્યા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વિરૂધુનગર જિલ્લામાં આવેલી ગોકુલેશ ફાયરવર્ક્સ ફેક્ટરીમાં આજે મંગળવારે વહેલી સવારે પ્રચંડ વિસ્ફોટ થયો હતો. જેમાં 6 કામદારોના મોત થયા હોવાના અહેવાલ છે. અન્ય ચાર ઈજાગ્રસ્ત થયા છે. 

ફેક્ટરી પાસે અવાજરહિત ફટાકડાં ઉત્પાદિત કરવાનું લાયસન્સ હતું. જો કે, જરૂરી વ્યૂહાત્મક સુવિધાઓ વિના ફેન્સી ફટાકડાંનું ગેરકાયદે ઉત્પાદન કરી રહી હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસે ઘટનાસ્થળે વિસ્ફોટનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ફેક્ટરીમાં અર્મર્યાદિત જગ્યા હોવાથી ખુલ્લા વિસ્તારમાં રો મટિરિયલ્સનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. જે સુરક્ષાના માપદંડોનું ઉલ્લંઘન છે. સીપીસીબી રિપોર્ટમાં પણ નોંધ્યું હતું કે, ફેક્ટરીમાં જગ્યા ખૂબ ઓછી હોવાથી સુરક્ષાનું જોખમ વધુ હતું.

શિવાકાશીમાં 10 લોકોના મોત

ગતવર્ષે પણ શિવાકાશીમાં આવેલી એક ફટકડાંની ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ થતાં 10 મજૂરોના મોત થયા હતાં. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની દોરવણી હેઠળ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે તપાસમાં નોંધ્યું હતું કે, યુનિટમાં સુરક્ષાના માપદંડોનું ગંભીર ઉલ્લંઘન થઈ રહ્યું હતું.

Related News

Icon