
જે લોકો એન્ડ્રોઇડને પસંદ કરે છે તે મોટાભાગના લોકો OnePlus ફોન જ ખરીદી છે. પરંતુ ઘણી વખત લોકો ઊંચી કિંમતને કારણે તેને ખરીદી શકતા નથી. પરંતુ Amazon પર કેટલીક ખાસ ઓફર હેઠળ OnePlusનો બજેટ ફોન તેનાથી પણ ઓછી કિંમતે ખરીદી શકાય છે. Amazon.in પર કેટલીક પ્રાઇમ ડે ડીલ્સ જાહેર કરવામાં આવી છે. પેજ પરથી મળેલી માહિતી અનુસાર, ગ્રાહકો OnePlus Nord CE4 Lite 20,999 રૂપિયાને બદલે 15,999 રૂપિયામાં ખરીદી શકે છે. જોકે, અહીં નોંધનીય બાબત એ છે કે તેની સાથે બેંક ઓફર પણ જોડાયેલી છે.
એક્સચેન્જ ઓફર હેઠળ ફોન પર સારું ડિસ્કાઉન્ટ પણ મેળવી શકાય છે. પરંતુ તેના માટે તમારે તપાસવું પડશે કે તમારો ફોન કેટલો જૂનો છે અને તેની એક્સચેન્જ વેલ્યુ શું છે. ઉપરાંત તમારે ધ્યાનમાં રાખવું પડશે કે તમને આ ઓફર એમેઝોનના પ્રાઇમ ડે સેલમાં મળશે, જે 12 જુલાઈથી શરૂ થશે.
OnePlus Nord CE4 Liteની સૌથી ખાસ વાત તેની 5500mAh બેટરી છે. અહીં જાણો આ ફોનમાં અન્ય કયા ફીચર્સ છે.
OnePlus Nord CE4 Lite 5Gમાં 6.67-ઇંચ AMOLED ડિસ્પ્લે છે, જે 2,100 nitsની પીક બ્રાઇટનેસ સાથે આવે છે. તેનો ડિસ્પ્લે રિફ્રેશ રેટ 120Hz છે.
આ OnePlus ફોન સ્નેપડ્રેગન 695 5G ચિપસેટ સાથે આવે છે. આ ફોન Android 14 પર આધારિત OxygenOS 14.0 પર કામ કરે છે.
કેમેરાની વાત કરીએ તો, તેમાં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે, જેમાં 50-મેગાપિક્સલનો Sony LYT-600 પ્રાઇમરી કેમેરા છે જે OIS અને 2-મેગાપિક્સલ ડેપ્થ સેન્સર સપોર્ટ સાથે આવે છે. સેલ્ફી માટે આ OnePlus ફોનમાં 16-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા પણ છે.
પાવર માટે આ નવા OnePlus ફોનમાં 5,500mAh બેટરી છે, જે 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. કંપનીનો દાવો છે કે આ ફોન ફક્ત 52 મિનિટમાં 0 થી 100% સુધી ચાર્જ થઈ શકે છે.