Home / Auto-Tech : iPhone saves man's life at 10,000 feet news

Tech News : 10 હજાર ફૂટની ઉંચાઈએ iPhoneએ બચાવ્યો માણસનો જીવ, જાણો કેવી રીતે કર્યો આ કમાલ!

Tech News : 10 હજાર ફૂટની ઉંચાઈએ iPhoneએ બચાવ્યો માણસનો જીવ, જાણો કેવી રીતે કર્યો આ કમાલ!

એપલ હંમેશા તેના ઉપકરણોમાં સલામતી અને આરોગ્ય સંબંધિત સુવિધાઓ પર ભાર મૂકે છે અને હવે તેનું સેટેલાઇટ આધારિત SOS સુવિધા વાસ્તવિક જીવનમાં કોઈનો જીવ બચાવવામાં અસરકારક સાબિત થયું છે. અમેરિકામાં એક 53 વર્ષીય પર્વતારોહક 10,000 ફૂટની ઊંચાઈએ ફસાઈ ગયો હતો, જ્યાં મોબાઇલ નેટવર્કનો કોઈ પત્તો નહોતો. આવી સ્થિતિમાં એપલનું ઇમરજન્સી SOS સુવિધા તેની છેલ્લી આશા બની.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અકસ્માતમાં શું થયું?

આ ઘટના અમેરિકાના સ્નોમાસ રેન્જની છે, જ્યાં આ પર્વતારોહક ચઢાણ પૂર્ણ કર્યા પછી ખાસ ગ્લાઈડિંગ ટેકનિકનો ઉપયોગ કરીને નીચે ઉતરી રહ્યો હતો. આ દરમિયાન તેને ગંભીર ઈજા થઈ, જેના કારણે તે ચાલી શકતો ન હતો. નજીકમાં કોઈ મદદ ઉપલબ્ધ ન હતી અને ફોન નેટવર્ક પણ સંપૂર્ણપણે ગુમ હતું. આવી સ્થિતિમાં તેણે તેના આઈફોનનું સેટેલાઇટ SOS ફીચર એક્ટિવ કર્યું.

iPhoneનું SOS બન્યું જીવન બચાવનાર

એપલનું આ ફીચર ખાસ કરીને એવી પરિસ્થિતિઓ માટે બનાવવામાં આવ્યું છે જ્યાં સામાન્ય નેટવર્ક કામ કરતું નથી. આ ટેકનોલોજીની મદદથી પર્વતારોહકે સેટેલાઇટ દ્વારા તેના પરિવારના સભ્યને કટોકટીનો સંદેશ મોકલ્યો. પરિવારે તાત્કાલિક સ્થાનિક શેરિફ ઓફિસને જાણ કરી, ત્યારબાદ વોલન્ટટિયર રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તેને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યો અને શહેરમાં લઈ ગઈ.

ખરેખર કામ આવી ટેકનોલોજી

જોકે આવી સેટેલાઇટ સર્વિસ સામાન્ય રીતે ખૂબ મોંઘી હોય છે, એપલે તેને iPhone 14 સિરીઝ સાથે સંપૂર્ણપણે મફતમાં ઉપલબ્ધ કરાવી હતી. કંપનીએ તેને યુએસમાં ગ્લોબલસ્ટાર સેટેલાઇટ નેટવર્કના સહયોગથી શરૂ કર્યું હતું. બાદમાં આ ફીચર એપલ વોચમાં પણ લાવવાની ચર્ચા થઈ.

શું ભવિષ્યમાં સેટેલાઇટ ફીચર મર્યાદિત રહેશે?

મીડિયા રિપોર્ટ અનુસાર, એપલે આ સેટેલાઇટ ટેકનોલોજીને અન્ય ઉત્પાદનો અને દેશોમાં પણ લાવવાની યોજના બનાવી હતી, પરંતુ 2022માં એલોન મસ્કની કંપની સ્ટારલિંક સાથે કોઈ કરાર ન થવાને કારણે આ યોજનાઓ હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે. આ કારણે આગામી વોચ અલ્ટ્રા 3માં આ ફીચર સમાવેશ કરવા અંગે હવે અનિશ્ચિતતા છે.

Related News

Icon