ટેરેન્સ લુઈસ બોલિવૂડના સૌથી લોકપ્રિય કોરિયોગ્રાફરોમાંથી એક છે. તે નાના પડદા પર ઘણા ડાન્સ રિયાલિટી શોમાં જજ તરીકે દેખાયો છે. ટેરેન્સે એક ઇન્ટરવ્યુમાં રિયાલિટી શો વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો અને સ્વીકાર્યું કે તે ઘણીવાર સ્ક્રિપ્ટેડ હોય છે. એટલું જ નહીં, તેણે અનસ્ક્રિપ્ટેડ કોમ્પિટિશન પાછળનું સત્ય પણ જણાવ્યું અને ખુલાસો કર્યો કે ટેલિવિઝન પ્રેક્ષકો માટે કેટલીક ખાસ મોમેન્ટ જાણી જોઈને બનાવવામાં આવે છે.

