ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવમાં ભારતને અનેક દેશોનું સમર્થન મળેલું છે. જ્યારે પાકિસ્તાનને ફક્ત ચીન, તુર્કી અને અઝરબૈજાનનો ટેકો મળ્યો. આમાં પણ, જ્યારે ચીન અને અઝરબૈજાને પાકિસ્તાનને ફક્ત મૌખિક ટેકો આપ્યો, ત્યારે તુર્કીએ પાકિસ્તાનને લોજિસ્ટિક્સ સપ્લાય કરવાનું ચાલુ રાખ્યું. પાકિસ્તાને ભારત પર હુમલો કરવા માટે તુર્કી ડ્રોનનો પણ ઉપયોગ કર્યો હતો. તુર્કીએ ખુલ્લેઆમ પાકિસ્તાનને ટેકો આપ્યો છે, અને આ પહેલા પણ ઘણી વાર તુર્કીએ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનું સમર્થન કર્યું છે. એક તરફ તુર્કી પાકિસ્તાનને ટેકો આપી રહ્યું છે, તો બીજી તરફ તે ભારત સાથે તેના વ્યાપારિક સંબંધો પણ વિસ્તારી રહ્યું છે. 2023-24માં ભારત અને તુર્કી વચ્ચેનો કુલ વેપાર 10.43 અબજ ડોલરથી વધુનો છે.

