
Vadodara News: વડોદરામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. જેમાં એક યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચારી મચી જવા પામી છે. વડોદરા જીલ્લા સાવલી વસંત પુરા રોડ પર અવાવરી જગ્યામાં ઝાડ ઉપરથી લટકતી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, મૃતદેહ જેસર ગામમાં રહેતો વિજયસિંહ જશવંતસિંહ ચૌહાણનો હોવાનું જાણવા મળ્યું છે. ઝાડ ઉપર દોરી વડે ફાંસો ખાધેલી હાલતમાં યુવક મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આપઘાતનો મામલો સામે આવતા આસપાસના ગામથી લોકોના ટોળા ઉમટ્યા છે. તેમજ સ્થળ પરથી પાર્ક કરેલું બાઇક પણ મળી આવ્યું હતું.
સમગ્ર મામલે સાવલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબ્જો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, યુવકની મોતનું કારણ હજુપણ અકબંધ છે. સાવલી પોલીસે મૃતદેહોનો કબજો મેળવી સાવલી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોટર્મ અર્થે ખસેડ્યો હતો.