વડોદરાના માંજલપુર વિધાનસભા મતવિસ્તારમાં ભાજપ દ્વારા સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન કરાયું હતું. જેમાં ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું દર્દ છલકાયું હતું. તેમણે કહ્યું કે, 'અમારા વિસ્તારમાંથી પાલિકા ચેરમેન, ડે. મેયર બનાવવામાં આવતા નથી. તેમ છતાં અમારા વિસ્તારનો વિકાસ સારો થઇ રહ્યો છે. હસતા મોઢે પોતાના મનની વાત કહી દેતા યોગેશ પટેલે ભાજપને સંભળાવી દીધું કે, 'જે વિસ્તારના લોકોને પક્ષ તરફથી પદ આપવામાં આવે છે, ત્યાં ઓછા મત મળે છે જ્યારે અમારા વિસ્તારમાંથી વધુ મત મળવા છતાં પદ આપવામાં આવતા નથી.'

